વિસામો…
તમે મારી સાંજ નો વિસામો , ખબર ક્યાં હતી મને?
ચોતરફ ના આવો તો ચોક સુધી આવશો, તે ખબર હતી મને.
સમય જાણે પવન બનીને ઉડી જાય છે, ખબર ક્યાં હતી મને?
નયન થી નીકળીને હૃદય દ્વાર સુધી આવશો ,તે ખબર હતી મને.
ઝાકળ કેરા આશું ભીતર સુધી પલળ્યા, ખબર ક્યાં હતી મને?
ઝાલ્યા ન ઝલાય કેમયે આંસુ મારા ગાલ સુધી આવશે, તે ખબર નથી મને.
વેદનાઓ આમ ધડકન બનીને ધડક્યા કરશે ખબર ક્યાં હતી મને?
વેદનાઓ સહી જવાય એવા કોરા મન સુધી આવશો, તે ખબર હતી મને.
ઓળંગી ઉમરો અને ચાલી નીકળ્યા તમે, ખબર ક્યાં હતી મને?
ડૂસકે ડૂસકે રડી પડ્યા હવે હૈયા સુધી આવશો ,તે ખબર હતી મને.
જયશ્રી વાઘેલા
Leave a comment