શીર્ષક:-   …સમય બદલાયો છે   
  
       આજે… મેહમાન કોઈ ને ગમતાં નથી,
       સાવધાન રહી મહેમાન બનજો,           
         મહેમાન કોઈને ગમતાં નથી..!?
         શું કહું, આજે સંસ્કાર બદલાયા છે.!!

    કોઈનાં હૃદયમાં આજે પ્રેમ નથી,
    કોઈનાં હૃદયમાં આજે ભાવ નથી,
    પીડાઈ રહ્યાં આજે લઘુતાગ્રંથિથી,
     પીડાઈ રહ્યાં  આજે નફરતથી.

     પીડાઈ રહ્યાં આજે માનસિકતાથી,
       આજનો મહેમાન આકરું લાગે છે,
       આજનો મહેમાન કોઈને ઞમતા નથી,
        બનતાં ન કોઈ નાં આજે ભાર તમે…

        બનતા ના કોઈ નાં નજદીક નાં તમે,
           ………. ઈર્ષા સિવાય કંઈ નથી,
      રહેજો જઈ શહેરનાં ગેસ્ટ હાઉસમાં,
        રહેજો જઈ ગામ નાં ધર્મશાલા માં.

    થાશો નાં કોઈનાં ઘર નાં મેહમાન તમેં,
      મળવા ખાતર મળી આવજો…
       સમાચાર પૂછી લેજો જઈ આવીને,
      રૂપિયા કોડી નો વ્યવહાર કરી દેજો.

  અંતે હસતાં મુખે વિદાય લેજો,
બસ વિશેષમાં ભાઈલા મજા નથી.
  દૂરથી સંબંધ રણીયામણું લાગે,
    ……………. મૃગતૃષ્ણા સમાન.

ડૉ. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’ (ઉદયપુર)
         Spiritual writer
Mobile number 9913484546
utsav.writer@gmail.com

Leave a comment