“સરખામણી”

સરખામણી થાય પ્રેમની તો હું નમી જાઉં,
નીચે ભલે નમું, પણ પ્રેમથી ઉપર થઈ જાઉં.

તું ભલે રાખે અહંકાર મારી સાથે વાત ન કરવાનો,
પણ હું તને વારંવાર પ્રેમથી બોલાવ્યા કરું.

તને સમય ના મળે એ બહાનું જાતને હું બતાવું,
પણ વ્યસ્તતા વચ્ચે પણ તારાં ફોનની રાહ જોઉં.

દરેક રિંગ પર આછું સ્મિત કરી મનમાં મુશ્કાઉ,
પ્રેમ કેવો હોય એ તને હું સમજાવું.

ક્યારેક વાંચજે મારું મન,
ત્યાં કેટલી આશાઓ છે, એ હું તને બતાવું.

– લેખિકા: સુચી રાવલ

Leave a comment