જિંદગીઃ ધાન અને સમાધાન
સવાર પડી ને હું ઊઠ્યો પણ ખરો,
ને રાત પડી ને હું ઊંઘ્યો પણ ખરો, સારા પ્રસંગે હું ખુશ થયો પણ ખરો,
ને માઠા પ્રસંગે દુઃખી થયો પણ ખરો, વસંત આવી ને હું ખીલ્યો પણ ખરો,
ને પાનખર આવી ને હું ખર્યો પણ ખરો,
સુખ મળે તેમ હોય તો કો’ક નું તરણું ઝાલ્યું પણ ખરું,
ને કો’ક ને મારી જરુર પડી તો કો’ક નું તરણું બન્યો પણ ખરો. સમય સમય ની વાત છે બધી આ’તો દોસ્તો,કો’ક સમયે હું ખીલ્યો પણ ખરો ને કો’ક સમયે હું રુઠ્યો પણ ખરો.
જીતેન્દ્ર શાહ “સુકાન્ત” (અમદાવાદ)
૧૩/૦૩/૨૫ ગુરુવાર ની રચના
Leave a comment