ફાગ


ફાગ આવે સાથે રંગની ફુઆર આવે, સંયોગ શૃંગાર નું અલ્લડ સ્વરૂપ એટલે ફાગ. તે વસંત પંચમી થી ડોલ ઉત્સવ સુધી ઉજવાય છે હોળીનું દંડા રોપણ સુદ પૂનમના દિવસે થાય છે, ડોલ એટલે ઝૂલો જ્યાં શ્રીશ્યામસુંદર ગોપાંગનાઓ અને રાધારાણી સાથે ઝૂલે છે અને ફાગ નો આનંદ માણે છે.
હોળીમાં જે રંગ વપરાય છે તે અમુક ભાવથી રંગવામાં આવે છે, જેમકે કેસુડા નો રંગ શ્રીસ્વામીનીજીના ભાવથી રાજસ ભક્ત છે, અબીલ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી સાત્વિક ભક્ત કહેવાય, ગુલાલ એ શ્રીરાધાજી સહચરી ના ભાવથી રંગાઈ છે, જ્યારે તામસ ચોવાનો રંગ (ચંદન) થી કરાય છે અને શ્રીયમુનાજી ભાવથી નિર્ગુણ ભક્ત કહેવાય, બરસાનાની લઠમાર હોળીને ‘હોરંગા ‘ કહેવાય છે, શ્રી ઠાકોરજીને રાળ ઉડાવવામાં આવે છે, રાળ એ વિપ્રયોગ અગ્નિનું સ્વરૂપ છે, રાળથી ઠાકોરજીની સન્મુખ શયનમાં ઉડાવાય છે અગિયારસ થી પૂનમ સુધી ઉડાડવામાં આવે છે હોળીના ૪૧ દિવસ શ્રી ઠાકોરજીના ચરણ ઢાંકવામાં આવે છે આ દિવસો સખ્ય ભાવના દિવસો હોય છે. વ્રજ ની હોળી રસિયા ખેલાય છે, વ્રજની હોળી નું શું કહેવું?
વ્રજ કી હોરી…
હોરી રમવા પધારો શ્રી વ્રજધામ
આવી વસંત ,આંબા ડાળે ટહુકે કોયલ,
ઓ મારા વ્રજધામ.

સોળ શૃંગાર કરી કે નાચો ઓ વ્રજનાર,
હોળી ની ધમાર ગાવે સખા સંગે,
ઓ મારા વ્રજધામ.
વૃંદાવન મહી રાસ રચાઈ સખીઓ સંગે મીઠી તાન,
ઓ મારા વ્રજધામ.

હાથનમે ગુલાલ મારે પિચકારીની ધાર, રંગદીયો શ્રીરાધા સખી, ખેલે શ્યામ સુંદર સંગ,
ઓ મારા વ્રજધામ.

કુંજ ગલિયો મેં ખેલે હોરી ઠુમક ઠુમક નંદલાલ,
બંસીની ધૂન પર થે થે નાચે, મોર બપૈયા,
ઓ મારા વ્રજધામ.

અબીર ગુલાલ ઉડે ફાગ મે, લાલ પીરી ,નિરી
હોવે ચુનર, શ્રીરાધાશ્યામ
ખેલેન હોરી લતાપતા સંગ બીખરે રંગ ગુલાલ.


જયશ્રી વાઘેલા મુંબઈ

Leave a comment