નવલિકા ~ મયુરાગ ( ભાગ – 5 )
ખુશમાં ગયેલી અને ઊંડી અવઢવમાં મુકાઈને પાછી આવેલી રાગીણી કંઈ જ બોલ્યા વગર બેડની સામે મુકેલા સોફામાં બેસી પડી.અરે રાગીણી આવી ગઈ તું. આપી આવી મીઠાઈ રશ્મિને.દાદી આપવા તો હું મીઠાઈ ગઈ હતી પણ કડવી વખ થઈને પાછી ફરી છું. કેમકે, જે વ્યક્તિ માં ને દેવીની જેમ પૂજે છે તે વ્યક્તિ માટે એ માં ના દિલમાં સખત કડવાશ ભરી છે. કાલે જે રીતે મયુર સર મારી સાથે એમનાં ફેમિલી માટે વાતો કરતા હતાં. એમનું ફેમિલી ખાસ કરીને એમની માતા મને બિલકુલ એમની વાતોથી બંધબેસતાં ના લાગ્યાં.બંધબેસતાં છે જ નહિં. તું બિલકુલ સાચી છે.દાદી પ્લીઝ મને પુરી વાત જણાવો ને. થોડીઘણી તો હું સમજી ચુકી છું.હેલ્લો, રાગીણી એન્ડ બેસ્ટ ફ્રેન્ડ…. દાદી વાત કહેવા જ જતાં હતાં કે મયુર આવી જાય છે. શું વાત ચાલતી હતી?હેલ્લો સર! બસ એમજ… હું એમ કહું છું કે તમે મારા પર આટલી મહેરબાની તો કરી જ છે બસ એક ફેવર વધુ કરી દેશો તો હું તમારો ઉપકાર ક્યારેય નહિં ભૂલું. મારે રહેવા માટે એક નાનો ફ્લેટ જોઈએ છે.
શું કહ્યું તે? તારે અલગ રહેવા જવું છે?હા દાદી. હવે નોકરી પણ મળી ગઈ છે… તો… સર…અરે સર હશે એ તારો….. મેં તને મારી દિકરી ગણી છે અને હું તને અહીંથી નહિં જવા દઉં.પણ દાદી….પણ વણ કંઈ નહિં દાદીએ કહ્યું એટલે ફાઈનલ….. મયુરના અવાજમાં જાણે રણકાર હતો. એને તો એજ જોઈતું હતું કે રાગીણી એની વધુ નજીક રહે…. પહેલી નજરમાં એની સાથે પ્રેમ જો થઈ ગ્યો હતો. પણ રાગીણીને જણાવીને સબંધમાં ખોટી તીરાડ ઉભી કરવાં નહોતો માંગતો.છેવટે રાગીણી અહીં રોકાવાનો નિર્ણય કરી લે છે આમ પણ તે રશ્મિની પોલ મયુર સામે ખોલવા માંગતી હતી. રાતે મયુરના ગયા પછી ફરીથી દાદી સાથે તે વાત કરે છે.દાદી મને માંડીને વાત કરોને પ્લીઝ…. મેં જેટલી વાત સાંભળી છે ને તેના પરથી મને આ ઘરનું ભવિષ્ય ઠીક નથી લાગી રહ્યું. હું તમારાં બંન્નેની આભારી છું અને તમને બનતી મદદ કરવાં માંગુ છું.દાદી માંડીને બધી વાત કરે છે. બેટાં મયુરને આ બધી જ વાત ખબર છે.શું? પણ સર તો તેમની મમ્મીને ખૂબ જ રિસ્પેક્ટ આપે છે. આટલું જાણતા હોવા છતાં આટલો નિર્દોષ પ્રેમ કોઈ કેવી રીતે રાખી શકે?એ જ તો મારા મયુરની ખાસિયત છે કે પ્રેમ ગમે તેવી નફરતને પણ હરાવી શકે છે. વેરભાવ રાખીને ક્યારેય કોઈનું ભલું થયું નથી અને થવાનું પણ નથી.પણ દાદી જો એમને સુધરવું જ હોત તો એ ક્યારના સુધરી ગયા હોત. એમને માત્ર સંપત્તિમાં રસ છે. મયુર સરની લાગણી સાથે તેઓ રમત રમી રહ્યાં છે.તો શું કરું રાગીણી હું?? તેમની સાથે તેમનાં જેવો થઈ જઉં? એમની જેમ સમજદારી છોડીને ભૂલી જઉં કે તેઓ મારી માતાની જગ્યાએ છે. મયુર રૂમમાં પ્રવેશે છે.
તમારી વાત સાચી છે પણ આમ ને આમ કયાં સુધી ચાલશે? કંઈક તો રસ્તો કરવો પડશે ને?એક રસ્તો છે. દાદીએ કહ્યું…. જો રાગીણી તું ઈચ્છે છે ને કે તું અમારી મદદમાં આવી શકે. તો એક રસ્તો છે.બોલોને દાદી હું તૈયાર છું મદદ કરવાં માટે.તો બસ તો તું મારી વાત માની લે અને મયુર સાથે લગ્ન કરી લે.દાદી!! આ તમે શું કહો છો? આમ અચાનક તમે કોઈને વિચારવાનો મોકો તો આપો. મયુર વચ્ચે જ બોલી પડ્યો.જુઓ રાગીણી તમે દાદીએ જે કહ્યું તે ભૂલી જાઓ અને બેફિકર બનીને અહીં રહો.દાદી સાચું જ કહે છે સર… એમને એ ગલતફેમી છે કે હું તમારી ગર્લફ્રેન્ડ છું. તો તમે મને બચાવવા માટે જે જુઠ્ઠાણું ચલાવ્યું હતું તમારી મદદ માટે એને વધુ આગળ ચલાવવામાં મને કોઈ જ વાંધો નથી.એકદમ બરાબર મારી દિકરી. કાલે જ આપણે બધાંને સરપ્રાઈઝ આપીએ અને સગાઈની તારીખ એનાઉન્સ કરી દઈએ. અને મને તો પૂરો વિશ્વાસ છે કે લગ્નની તારીખ પણ જલ્દી જ જોવડાવી પડશે…..મયુર અને રાગીણી બંન્ને નીચે જોઈને શરમાઈ જાય છે.શું દાદી તમે પણ….થોડાં દિવસમાં મયુર અને રાગીણીની સગાઈ ધામધૂમથી કરવામાં આવે છે. રશ્મિના પગ નીચેથી જમીન સરકી જાય છે. દાદી સામે કંઈ બોલી નથી શકતી અને મયુર સામે ખોટી ખુશી બતાવે છે. મને કમને તે સગાઈમાં ભાગ તો ભજવે છે પણ મગજમાં કેટલાંય પેતરા શોધવાની ગડમથલ સાથે….
ક્ર્મશ:
તન્વી શુક્લ
આભાર 🙏🏻
Leave a comment