Suiside


જીવવું એટલે શું? ફકત શ્વાસ ચાલે એને જીવવું નથી કહેવાતું. વ્યક્તિ મનભરીને જીવે એ જ ખરું જીવન બાકી તો બધું ઠીક. કોઈ વ્યક્તિનું આકસ્મિક મૃત્યુના સમાચાર આપણને વિચારતાં કરી દે છે. કેટલું જીવ્યા એનાં કરતાં કેવું જીવ્યા એની વાતો થાય છે પણ કેવી રીતે મર્યા એના પર સંશોધન થાય છે ને એમાં પણ વળી જો suiside કર્યું હોય તો તો… પત્યું.
વ્યક્તિ suiside કરવાનો જ્યારે નિર્ણય લે છે ત્યારે એ શું suiside ન કરવા માટે વિચારતો ન હોય? વિચારતો હોય જ છે. એનાં ગયા પછી એનાં પરિવારનાં સભ્યોની સામાજિક, માનસિક હાલત પણ એના વિચારોમાં આવી જ હોય છે. પણ જીવતાં જીવતાં જ એ વારંવાર મર્યો હોય છે. તેનાં મનમાં તે અનેક યુદ્ધ લડ્યો હોય છે. પોતાની શારીરિક, માનસિક, આર્થિક સ્થિતિ સાથેનું યુદ્ધ, પોતાનાં વ્યક્તિઓ સાથેનું યુદ્ધ, પોતાનાં સમાજ સાથેનું યુદ્ધ. આવા અનેકવિધ યુદ્ધો હાર્યા પછી નાસીપાસ થઈને, જ્યારે એ પરિસ્થિતિ કે મનઃસ્થિતિ નથી બદલી શકતો, ત્યારે તે આ બધું છોડીને જીવન ટૂંકાવવા suiside નો રસ્તો પકડે છે. “Suiside કર્યું, Suiside કર્યું” એમ બોલીને બીજા સાથે બે ની ચાર કરવી સહેલી છે પરંતુ એ વ્યક્તિનું દુઃખ, એની હાલત સમજવી અધરી છે. માટે બની શકે તો “સવાલ” બનવા કરતાં “સાંત્વન” બનીએ. માનવ બની થોડી માણસાઈ મહેકાવીએ.

રેશ્મા પટેલ “રેશમ”
સુરત

Leave a comment