The cosmic connection સ્વરાભય ભાગ ૨
બાંધે ના બંધાય એવું બંધન હતું,
જન્મોનું અતૂટ ઋણાનુબંધ હતું…
અક્ડું અભય સ્વરા પાસે માફી માંગી દાદીને મળવા જાય છે. એના મનમાં શું ચાલી રહ્યું હતું એ તો ભગવાન જાણે! સ્વરાને જોબ જોઈન કરે હજું અઠવાડિયું થયું હતું.
અભયના જતાની સાથે જ આખા ઓફિસ સ્ટાફે નિરાંતનો શ્વાસ લીધો ને સ્વરા અભય સરના ટેબલ પર પેપર ફાઈલ મૂકીને બહાર આવી.
અનીકાએ તેનો હાથ પકડીને કહ્યું, “હજુ તો એક અઠવાડિયું થયું છે! ને ધ મિલિયેનર અભય રાજપુત તને સોરી કહે છે. યુ આર વેરી લકી સ્વરા ડાર્લિંગ… તે એવો કેવો જાદુ કર્યો છે. આ કારીગરી મને પણ શીખવ..
સ્વરાએ હાથ છોડાવતા કહ્યું: “મેં કોઈ જાદુ કર્યો નથી.”
“ઓહ…એવું! અભયે આજ સુધી મને તો સોરી નથી કીધું. મારી વાત તો દૂર રહી અહીં બેઠેલા સ્ટાફને પણ કયારેય સોરી નથી કહ્યું. તારામાં એવુ તે શું છે? જે મારામાં નથી!” હાથ આડો કરીને ફરીથી રોકતા કહ્યું.
“હું અહીં જોબ કરું છું. એ સિવાય મારે અભય સર સાથે કોઈ લેવાદેવા નથી.” હાથ ખસેડતાં સ્વરાએ કહ્યું.
બહેનજી, એટીટ્યુડ બતાવે છે. તારો ક્લાસ શું છે? હજુ તો એક અઠવાડિયું જ થયું છે. એવું નહીં થાય કે બીજા જ અઠવાડિયે જોબ છૂટી જાય. ભલું એમા જ છે કે ચૂપચાપ તારી જગ્યાએ બેસી જા અને તારી જોબને સંભાળીને રાખજે. મારાથી બચીને ચાલજે. બે આંગળી પોતાની આંખ સામે લઈ જઈ સ્વરાને બતાવી કહ્યું.
“તારો પ્રોબ્લેમ શું છે?” આરતીએ વચ્ચે પડતા કહ્યું.
આ ગવારને સમજાવી દે છે કે અભય મારો છે. હું એને કોઈ બીજા સાથે જોઈ નહીં શકું.
આરતીએ ગુસ્સે થઈ કહ્યું: “આખા ઓફિસ સ્ટાફને ખબર છે કે તું સરને લાઈક કરે છે. પણ અભયસર તો તને ઘાસ પણ નથી નાખતા. સપના સારા જુએ છે. પણ હકીકતમાં તો તું આ કંપનીમાં જોબ જ કરે છે.
તને ખબર છે ને હું આ કંપનીની ઓથોરિટી મેનેજર છું. તું મારા પાવર અને પોઝિશન વિશે પરિચિત છે.
આરતીએ ચપટી વગાડી ગુસ્સે થઈ કહ્યું: “એટલે જ કહું છું કે તારી મર્યાદામાં રહીને વાત કરીશ. તું આ ઓફિસની માલકીન નથી. તારી ઉપર પણ કોઈ છે.”
બીજી તરફ અભય બારમાં માળેથી લીફ્ટમાંથી ઉતરી મેઈન ગેટ પર આવ્યો. સામે એક બ્લેક કલરની બીએમડબલ્યુ ઊભી હતી. કારનો દરવાજો ખોલી ડ્રાઇવર બહાર આવ્યો. અભયનું લેપટોપ બેગ લઈને પાછલી સીટ પણ મૂક્યું અને જેવો અભય કારમાં બેઠો એવો દરવાજો બંધ કરી ઘર તરફ પ્રણાય કર્યું.
થોડી વારમાં તેઓ વીઆઈપી રોડ પર આવેલા રાધેક્રિષ્ના બંગ્લોઝમાં પ્રવેશ કર્યો. યુ ટર્ન લઈને કૈલાશ હરિ ભવનના મુખ્ય ગેટમાંથી દાખલ થઈ. ગાર્ડન પાર્કિંગ પાસે કર સ્ટોપ કરી. અભયે કહ્યું: “કાકા લેપટોપ બેગ મારી ઓફિસ રૂમમાં પહોંચાડી દેજો. હું દાદી પાસે જાઉં છું.”
ભલે સાહેબ..
અભય, ઉતાવળે પગલે દાદી પાસે ગયો. દાદીને સૂતેલા જોઇને એમના પગ પાસે બેસી ગયો.
‘અભુ, તું આવી ગયો.’
ઊભો થઈ દાદીનો હાથ પોતાનાં હાથમાં લઈને કહ્યું: “હા, સ્વીટહાર્ટ. તું જાગે છે.”
સ્વીટહાર્ટને એટેક આવે એ પહેલાં તારા લગ્ન જોવાની ઈચ્છા છે.
આ સાંભળી દાદીના હોઠો પર આંગળી મૂકીને કહ્યું, “દાદી, અત્યારે આ વાત કરવાનો વિષય નથી. હાલ, આરામ કરો. તમને ખબર જ છે કે મારે લગ્ન નથી કરવા.”
“ક્યાં સુઘી એકલો રહીશ? અમારા પછી તારું ધ્યાન કોણ રાખશે?”
“સ્વીટહાર્ટ, મારું ઘ્યાન રાખવા નોકર ચાકર છે. L”
આ સાંભળીને દાદીને ખાંસી આવી.
અભયે બરડે હાથ ફેરવતા પાણીનો ગ્લાસ ધરતા કહ્યું: “દાદી , તું ખોટું ખોટું ટેન્શન કરે છે. તારી તબિયત સંભાળ.”
મારે પરપોતાને રમાડવાની ઈચ્છા હોય કે નહીં! શું મારી છેલ્લી ઈચ્છા પૂરી નહીં કરે?
દાદીના કપાળે ચૂમી કહ્યું: “સ્વીટ હાર્ટ, તું મને ઈમોશનલ બ્લેકમેલ કરે છે.”
તું કહે તો અનીકાને વાત કરું. એ મને ખૂબ પસંદ છે.
પણ મને બીલકુલ પસંદ નથી. એ મારા ટાઈપની નથી.
” છોકરી પસંદ કરવા તને ટાઈપ જોઈએ. દાદીની પસંદ જ મારી પસંદ છે.”તેની મમ્મીએ રૂમમાં આવતાં કહ્યું.
પણ, તમારા બંનેની પસંદ મારી પસંદ નથી.
“ક્યાં સુધી કુંવારો રહીશ? કયારેક તો કોઈનો ને કોઇનો હાથ પકડવો જ પડશે!”
‘જ્યારે મને સાથની જરૂર હશે, ત્યારે સૌથી પહેલાં તમને કહીશ.’
ક્યાં સુધી જુની વાતોને પકડી રાખીશ? તું એને ભુલી તારી જિંદગીમાં આગળ વધ. જિંદગી ખૂબસૂરત છે. જો એકલો રહીશ તો જીવતર અઘરું લાગશે. કોઈ સાથીનો હમસફરનો સાથ મળશે, તો જિંદગી જીવવા જેવી લાગશે.
‘હાલ, હું જીવી જ રહ્યો છું.’
“તું કેવી રીતે જીવે છે?” એ મને ખબર છે. મને મારો હસતો રમતો દીકરો જોઈએ. ના કે કામમાં વ્યસ્ત કોઈ રમકડું. એમ કહી એની મમ્મી રડી પડી.
અભયે એની મમ્મીનાં આંસુ લૂછતાં કહ્યું: “તમે બંને મને ઈમોશનલ બ્લેકમેલ કરી રહ્યા છો. હું લગ્ન તો કરી લઈશ પણ હું ખુશ નહીં રહી શકું તો! તમને એ ગમશે! હું જેની સાથે લગ્ન કરુ એ મારાથી ખુશ નહીં રહી તો? એની જિંદગી તો બગડી જાય ને!”
પણ તું એવું શા માટે વિચારે છે? બધા લોકો લગ્ન કરે છે તો શું બધાનું જીવન બગડી જાય છે.
“આ સવાલ તમે તમારી જાતને પૂછો.”
અભય, દિલ દુઃખાવે એવી વાતો કરે છે.
સોરી મમ્મી, તમને રીયલાઈઝ થાય એટલે જ મેં કીધું.
“આજે પપ્પા નથી એટલે બધી ફરજ મારે માથે આવી ગઈ છે. મેં ક્યારેય ફરિયાદ નથી કરી. અમે બંનેએ એકબીજા સામે છેલ્લી શ્વાસ સુઘી નિભાવ્યું છે અને આજે પણ નિભાવું છું. આંખના આંસુ લૂછતાં તેમણે કહ્યું.
“હું પણ તો એ જ કરું છું ને!”
“તું કોઈ બંધનમાં બંધાયો નથી. અમે લગ્ન કરી હકથી એકબીજા સાથે જોડાયેલા છે.”
મમ્મી, હું એના પ્રેમનાં બંધનમાં બંધાયો છુ. તમે નહીં સમજી શકો.
ત્યાં તો દાદીની શ્વાસો ફૂલવા લાગી અને બોલતાં બોલતાં તેમને હાથ નાખી દીધો. અભય ખૂબ જ ગભરાયો. એણે ડો. વિવેક ટેલર સાથે વાત કરી. તેમણે દાદીને હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપી.
થોડીવારમાં તેઓ હોસ્પિટલ પહોંચી ગયા. દાદીને વેન્ટિલેર પર રાખ્યા. ડો. વિવેકે અભયને સમજાવતા કહ્યું: “મિ અભય, દાદી ગમે ત્યારે શ્વાસો છોડી શકે છે. છેલ્લી ઘડીએ એમને ખુશ રાખવાની જવાબદારી તમારી રહેશે. બને એટલું ખુશ રાખો.”
“હું કોશિશ કરીશ.”
ડો. વિવેકે અભયના ખભે હાથ મૂકીને કહ્યું: “આઈ હોપ કે તમારી કોશિશને કારણે દાદીને ફરીથી જીવવાની ઈચ્છા થાય અને પાંચ વરસ વધુ જીવી જાય.”
“એવુ જ થશે ડોક્ટર..
ત્યાં તો ઓફીસેથી સ્વરાએ ફોન કર્યો. સર, મેં મેઈલ ચેક કર્યો. પ્રોફેસર દાસનો ફોન આવ્યો હતો. તેઓ તમારી સાથે તાત્કાલિક મિટિંગ કરવા માંગે છે.
“સોરી, હું ઓફિસ નહીં આવી શકું.” દાદી, હોસ્પિટલ છે. અનીકા અને તું મેનેજ કરી લો.
સોરી સર, અનીકા મેમ તમારા જતાની સાથે ઘરે જવા નીકળી ગયા છે. મેં ફોન કર્યો પણ એ ફોન રિસિવ નથી કરતા.
“પ્લીઝ, તું ગમે તે રીતે મેનેજ કરી લે.”
પણ સર..
અભયે ફોન કટ કર્યો.
પુરાતન વિભાગના પ્રોફેસર જીતેશ દાસ સાથે સ્વરાની પહેલી મિટિંગ હતી. કોઈ ભૂલ નહીં થાય તેથી તેને બધા ડોક્યુમેન્ટ ઘ્યાનથી વાંચ્યા. એક પછી એક ફોટોગ્રાફ જોઈ રહી હતી ત્યાં એની નજર એક ફોટોગ્રાફ પર અટકી. ફરીફરીને એ ફોટો પરથી નજર ખસતી જ નહોતી. પછી, મનમાં બબડી કે અમારા ખાનદાની ખંજરનો ફોટો પુરાતન વિભાગ પાસે કેવી રીતે આવ્યો? મારે દાદી સાથે વાત કરવી પડશે. એમ કહી તેણે ખંજરનો ફોટો પોતાનાં મોબાઈલમાં ક્લિક કર્યો. અભય સરે ફેમિલી બિઝનેસ સાથે પાર્ટ ટાઈમમાં કેવો ધંધો શરુ કર્યો છે? હશે! મારે શું? નોકરી છે કરવી તો પડશે જ… પછી, એક ફોટો પર ફરીથી એની નજર અટકી. તેણે એવું લાગ્યું કે એ ફોટોમાં જે મૂર્તિ હતી તેની નજર ફરી રહી હતી. એટલે ફરીથી તેણે ફોટાને એકધારું જોયા કર્યું. દસ મિનિટ ઘ્યાન રાખ્યા પછી થયું કે મારો કોઈ ભ્રમ હશે! એ વિચારી રહી હતી ને ઓચિંતા ફોનની રીંગ વાગી. રીંગ સાંભળીને એ ગભરાઈ ગઈ. તેને ફોન રિસિવ કરતા કહ્યું: “હા સર..
તું ફોટો લઈને હોસ્પિટલ આવી જા. મારી પ્રોફેસર દાસ સાથે વાત થઈ ગઈ છે. તેઓ પણ અહીં આવી રહ્યા છે.
ઓકે સર.. એમ કહી તે ડોક્યુમેન્ટરી ફાઇલ લઇને ફટાફટ ઓફિસેથી હોસ્પિટલ જવા નીકળી. જેવી ઓફિસની બહાર નીકળી ત્યાં તો…
ક્રમશઃ બીજા ભાગમાં જલ્દી મળીશું.
વાંચક મિત્રો, કૉમેન્ટ આપવામાં જરાય કંજુસાઈ કરતા નહીં. મારા લેખનની મહેનતને સુંદર પ્રતિભાવ જરૂરથી આપશો. લાઈક શેર સપોર્ટ કમેન્ટ.
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે…

Leave a comment