ખંજન


અનેક દર્દ અને યાતના,
છુપાઈ ગયા મારા ખંજનમાં,
કંઈ કેટલાયે યુદ્ધ, આમ જ સમી ગયા,
મારા આ ગાલનાં ખંજનમાં.

હસતી વેળા તો કેવા પડે આ ખંજન મારા ગાલમાં!
પણ અશ્રુવેરાતી રાતમાં ન હોય કોઈ આસપાસમાં!

પ્રસરાવી રાખી સ્મિત હું મહેકતી રહું મારા ખંજનમાં,
અને દુઃખોને પણ હું આપું માત, મારા આ  ગાલનાં ખંજનમાં.

ભગવાને આપી છે આ ભેટ મને ખંજન કેરી,
સૌ રાખે મને યાદ આ જ ખંજનથી.
ફેલાતું રહે હાસ્ય સદા મારા મુખેથી,
અને કરતી રહું ઈબાદત હું મારા ખંજનથી.

રેશ્મા પટેલ “રેશમ”
સુરત

Leave a comment