જિંદગીનો પ્રવાસ

તું ઊઠે સવારે તો મુખ માં મારું નામ હશે, હું ઉંઘું રાત્રે તો ઉંઘ માં તારું નામ હશે. તે વચ્ચે નાં સમય માં તારાં અને મારાં નામ નો રણકાર હશે, તારો અને મારો એકબીજાં નાં દિલ માં વસવસાટ હશે. જો સાથે ન હોઈએ તો એકબીજાં માટે તલસાટ હશે,
જીવન આમ જ પસાર થઈ જાય તેવી મધૂરી આશ હશે,
જો ન થાય તો રહી ગયેલ અધૂરી પ્યાસ હશે.
અધૂરી અને મધૂરી વચ્ચે ઝોલાં ખાતી જિંદગીભર નો પ્રવાસ હશે.


જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)

Leave a comment