માગ્યું છે


ખરતો સિતારો આપો,
મેં ક્યાં ચાંદ માંગ્યો છે?

સુખ મારા સઘળા આપુ
ક્યાં મેં દર્દ માંગ્યું છે?

લડખડાતા કદમોને રોકો,
ક્યાં મેં સહારો માંગ્યો છે?

અશ્રુઓને જોજો,
ક્યાં મેં ઝરણું માંગ્યું છે?

અવિરત પ્રેમનો સમુદ્ર તારો ,
ક્યાં સુખના મોજા માંગ્યા છે?

સહેજ તો અણસાર આપો,
ક્યાં મેં આખી દુનિયા માંગી છે?

જયશ્રી વાઘેલા મુંબઈ

Leave a comment