મેઘધનુષ
રંગ હોય તો જ આ દુનિયા રંગીન છે. જરા વિચારી જુઓ કે આ દુનિયા ફક્ત કાળી અથવા સફેદ જ હોત તો?
માત્ર વિચાર જ કેટલો હચમચાવી નાખે! દરેક વ્યક્તિના જીવનમાં રંગોનું ખૂબ મહત્વ છે.
ચોરીમાં પરણવા બેસતી કન્યાના પાનેતરનો રંગ લાલ હોય છે, તો બાળક જન્મે ત્યારે એની છઠ્ઠી મૂકે તે કપડું લીલું હોય છે.
ભક્તિનો રંગ કેસરી, તો ધરતી પરના દરેક વૃક્ષ અને પાંદડાનો રંગ લીલો!
કુદરતે કેટલી સરસ મેઘધનુષના રંગો જેવી દુનિયા બનાવી છે!
રંગો વિના જીવન ફિક્કું અને નિરસ બની જાય. દરેક રંગ કંઈક અલગ સંદેશો આપે છે અને જુદી જુદી લાગણીઓ વ્યક્ત કરે છે. લાલ રંગ પ્રેમ, ઉર્જા અને શૌર્યનું પ્રતીક છે, તો નીલો રંગ શાંતિ અને વિશ્વાસનો સંકેત આપે છે. પીળો રંગ ખુશી અને ઉર્જા વ્યકત કરે છે, જ્યારે લીલો રંગ પ્રકૃતિ અને તાજગી સાથે જોડાયેલો છે.
કુદરતે જડબેસલાક રંગોની ભેટ આપી છે, જે આપણા જીવનને રસપ્રદ અને આનંદમય બનાવે છે. સવારે ઉગતો સૂરજ કે સાંજનો લાલ આકાશ, વસંત ઋતુમાં ફૂલોથી ભરેલા બગીચાઓ, વરસાદ બાદ દેખાતા મેઘધનુધ.રંગોની રંગોળી જોઈ લો જાણે!
અરે આપણા તો
તહેવારો અને ઉત્સવમાં પણ રંગોનું વિશેષ મહત્વ છે. હોળીમાં રંગોની રમઝટ આનંદ અને એકતાનું પ્રતીક છે, તો દિવાળીના દીપકોથી પ્રકાશિત રંગબેરંગી રોશની ખુશી અને સમૃદ્ધિનું પ્રતીક બની છે.
રંગો વગર દુનિયા નિરસ અને ઉદાસ બની જાય, પણ કુદરતે જે રંગોની ભેટ આપી છે, તે આપણું જીવન સુંદર અને મનમોહક બનાવે છે. તેથી, જીવનમાં હંમેશા ખુશી અને હકારાત્મકતાના રંગો ભરી રાખવા જોઈએ!
✍️ સુચી રાવલ
બાંહેધરીઃ આ રચના મારી મૌલિક છે
Leave a comment