The cosmic connection સ્વરાભય ભાગ ૩

ઓકે સર.. એમ કહી તે ડોક્યુમેન્ટરી ફાઇલ લઇને ફટાફટ ઓફિસેથી હોસ્પિટલ જવા નીકળી. જેવી ઓફિસની બહાર નીકળી ત્યાં તો અનીકા ત્યાં જ ઉભી હતી.

‘ક્યાં ઉપડી સવારી?’

અભયસરે મને ડોક્યુમેન્ટરી ફાઇલ લઇને હોસ્પિટલ બોલાવી છે.

હોસ્પિટલ! ‘એ ત્યાં શું કરે છે?’

‘એમનાં દાદીને દાખલ કર્યા છે.’

‘ઓહ..!’ મારા વિશે કંઈ પુછ્યું.

હા.

‘તો, સ્વરા મહારાણીએ શું કીધું? મારી કોઈ ચુગલી તો કરી જ હશે!’

આ સાંભળીને સ્વરાને ગુસ્સો આવ્યો. થોડા ઉચા અવાજે કહ્યું, “તમારા જેવી મારી આદત નથી.” અને ગુસ્સે થઈને એકધારું અનીકાની આંખોમાં જોયાં કર્યું.

“આમ, ઘુરીધુરીને શું જુએ છે?” આંખો નીચી કરી વાત કર. હું તારી ઓથોરિટી મેનેજર છું.

તું મારી નહીં તું આ કંપનીની ઓથોરિટી મેનેજર છે. મને ફાલતું વાતોમાં કોઈ રસ નથી. રિસ્પેકટ આપશો તો મળશે. તમે મારી સાથે આવો છો કે હું એકલી હોસ્પિટલ જાઉં છું.

અનીકા મોઢાના હાવભાવ બદલતા બોલી, “મને હોસ્પિટલનું વાતાવરણ  માફક આવતું નથી. તું જઈ આવ.”

સ્વરા જઈ રહી હતી ત્યારે વચ્ચે પગ કર્યો એટલે એ ઠોકર ખાય પડી ગઈ. એના હાથમાંથી ફાઈલના પેપર્સ જમીન પર પડી ગયા. એ ફાટફાટ પેપર્સ સમેટી ઊભી થઈ. અનીકાએ ખૂબ જ ચાલાકીથી બે પેપર સંતાડી દીધા.

“સોરી…સોરી…ટેબલ પર બેસવા જતા પગ વાગ્યો. તને વાગ્યું તો નથી ને?” મોઢા પર જૂઠી હમદર્દી બતાવી અનીકાએ કહ્યું.

મેડમ, તમને શું ફરક પડવાનો? આ જૂઠી હમદર્દી રહેવા દો. એ ત્યાંથી જઈ રહી હતી, ત્યાં ફરીથી ફોનની રીંગ વાગી. જોયુ તો અભય સરનો ફોન હતો. એને ફોન રિસીવ કર્યો.

હજુ કંઈ બોલવા જાય એ પહેલા તો અભયે ગુસ્સે થઈ કહ્યું, “ક્યાં છે? કેટલીવાર! એક કલાકમાં પ્રોફેસર દાસ આવી જશે! મેઈલ પણ મોકલ્યો નથી. હું પેપર્સ સ્ટડી ક્યારે કરીશ? દસ મિનિટથી ડ્રાઈવર વાર જોઈ રહ્યો છે. એક કામ સરખું થતુ નથી. કમ સે કમ સમયસર અહીં આવી જાય તો સારું..

સોરી સર..

સોરી સર આ એક જ વાક્ય બોલતા આવડે છે. મને સોરી નહીં અડધો કલાકમાં તું અહીં હાજર જોઈએ.

સર, હું પહોંચું છું.  તે ફટાફટ મેઈન એન્ટ્રી તરફ આવી અને કારમાં બેસી ગઈ. હોસ્પિટલ પહોંચે એ પહેલાં તેણે રસ્તામાં જ ડોક્યુમેન્ટની પીડીએફ બનાવી અભયને સેન્ડ કરી દીધી.

પીડીએફ આવતા અભયને શાંતિ થઈ. એ પીડીએફ જોવા લાગ્યો. પણ મુખ્ય એના બે પેજ ગાયબ હતા એટલે ટોપિક એને સમજાયો નહીં.

થોડીવારમાં સ્વરા પણ ત્યાં પહોંચી ગઈ. અભયે ફાઇલ લઇને કહ્યું, “તે ડોક્યુમેન્ટ સ્ટડી કર્યાં છે ને! કયા વિષયનો ટોપિક છે?”

સર,  વણઝારાની વસ્તી ધરાવતા જેસલમેરની પાસે આવેલા ખાબાગામથી પચાસ કિલોમીટર દૂર પુરાતન અવશેષ મળ્યાં છે. પ્રોફેસર દાસ અને તેમની ટીમ એક મહિનાથી ત્યાં રિસર્ચ કરતા હતા. ત્યાંથી તેમણે ખંજર, ઝાંઝર, મુર્તિ અને એક પૌરાણિક ગ્રંથ મળ્યો છે. તેમનું માનવું છે કે એ ગ્રંથની લિપિ આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. ત્યાં વધુ રિસર્ચ કરતા એક ગુપ્ત ગુફા મળી છે. કદાચ એ ગુફાનો સીધો સંબંઘ પાકિસ્તાન સાથે છે.

પાકિસ્તાન?

હા…

આ રિસર્ચ માટે પાકિસ્તાન સરકારની પરમિશન પણ લેવી પડશે! એની વે… મને ફોટોગ્રાફ્સ બતાવ.

અભયે ફોટો હાથમાં લીધા જ હતા કે પ્રોફેસર દાસ ત્યાં આવી પહોંચ્યા.

કારમાં જ બેસતાની સાથે તેમને એક પૌરાણિક ફોટો અભયના હાથમાં મુકી દીધો. અભય ફોટો જોઈ આશ્ર્ચર્ય ચકિત થયો.

સર, આ ફોટો તો અમારી કુળદેવી માનો છે.

‘તનોત માતા’ તમારા કુળદેવી છે!

હા..

પછી પ્રોફેસર દાસની નજર સ્વરા પર પડી. તેની તરફ આંગળી ચીંધી તેઓ બોલ્યા, “મેં તને ક્યાંક જોઈ છે!  તું?”

અભયે પરિચય આપતાં કહ્યું, “પ્રોફેસર દાસ, આ મારી નવી સેક્રેટરી સ્વરા છે.”

સ્વરા..!

વાતચીત આગળ વધે ત્યાં તો અભયની મમ્મીએ કોલ કર્યો. ક્યાં છે દીકરા? દાદી તને યાદ કરે છે. બસ તારા નામનું જ રટણ કરે છે.

પ્રોફેસર દાસ સાથે છું. મિટિંગ પૂરી થાય એટલે આવ્યો.  પ્લીઝ, મને ડિસ્ટર્બ નહીં કરતા. થોડીવાર સંભાળી લો. ફ્રી થઈ હું આવું છું. એમ કહી તેણે ફોન કટ કર્યો. ત્યાં ફરીથી ફોનની રીંગ વાગી. અનીકાનો કોલ હતો. આથી તેને કટ કરતા કહ્યું: “હા તો પ્રોફેસર દાસ તમે શું કહેતા હતા?”

ત્યાં ફરીથી રીંગ વાગી. ગુસ્સે થઈ અભયે કહ્યું, “ફોન કટ કરે તો સમજાતું નથી. અડધો કલાક સુધી મને ડિસ્ટર્બ કરતી નહીં.

ગુસ્સો શા માટે કરે છે? સ્વરા બે પેપર અહીં ભુલી ગઈ હતી એટલે ફોન કર્યો. એ આપવા હું પણ હોસ્પિટલ આવું છું.

તારે આવવાની કોઈ જરૂર નથી. પ્રોફેસર દાસ થોડીવારમાં નીકળે છે. એ બે પેપર તું મને પીડીએફ કરી દે. હું જોઈ લઈશ.

જેવી તારી મરજી. એમ કહી તેને ફોન કટ કર્યો. તે વાળની લટ અમળાવતા મનમાં વિચારી રહી હતી કે અભય મારા વગર કોઈ મિટિંગ કરતો નહોતો. મારી અપોઇમેન્ટ વિના કોઈ એને મળી શકતું નહોતું. જ્યારથી આ સ્વરા આવી છે ત્યારથી મને તો ભૂલવા લાગ્યો છે. આજે હોસ્પિટલ જઈને દાદી અને મમ્મીને મારા વશમાં કરવા પડશે. આજે તો હું ગમે તે રીતે બંનેને મનાવી લઈશ. રોડપતિ કરોડપતિ ને પરણે એ પહેલાં મારે કોઈ ચક્કર ચલાવું પડશે. એમ કહી તે ઓફિસમાંથી નીકળી ગઈ.

પ્રોફેસર દાસે કહ્યું,”પીડીએફ માંગવાની કોઈ જરૂર નથી. મારી પાસે આખી ડોક્યુમેન્ટરી છે. એમ કહી તેમણે એક ફોટો અભયના હાથમાં મુકી દીધો.

મૂર્તિનો ફોટો જોઈ અભયની નજર એની પર સ્થિર થઈ મૂર્તિ જોઈને મોઢામાંથી સરી પડ્યું એક નામ માયા..

હા માયા…”તું આ મૂર્તિ વિશે જાણે છે?”

ના, હું નથી જાણતો. આ તો અકારણ મોઢામાંથી નીકળી ગયું. બીજો ફોટો જોતાં એ છક થયો. પછી, સ્વરા સામે જોઈ બોલ્યો, “જો સ્વરા આ ગેટઅપમાં આવે તો આ વંઝારણ જેવી જ લાગે.”

અભય, તે એકદમ સાચું કીધું. એટલે જ મને એવું લાગ્યું છે મેં સ્વરાને ક્યાંક જોઈ છે. 

આ ફોટોમાં જે કટાર છે એ ખૂબ જ યુનિક લાગે છે.

હા, કટાર ખૂબ જ યુનિક છે. લગભગ પાંચસો વર્ષ જૂની હીરા માણેક જડિત સોનાના કવર વાળી  કટાર છે. જો આ મળી જાય તો સૌથી જૂની શોધનો રેકોર્ડ બનશે. અહીં કટાર જ નથી પણ પાંચસો વરસ જૂની માયાની મુર્તિ અને ગુફામાં અઢળક ખજાનો છે. ત્યાંના સ્થાનિક લોકો પાસે જાણવા મળ્યુ છે કે આજ સુધી આ ખજાનો કોઈ શોધી શક્યું નથી અને જે લોકો આ ખજાનો શોધવા જાય છે તેઓ કદીયે પાછા આવ્યાં નથી. કારણકે આ ખજાનાની રક્ષા સ્વયં જગત જનની મા કરે છે. તું માનો ભગત છે એટલે ખજાનો શોધવા મારે તારી જરૂર છે.

‘હું જ કેમ?’

કારણ કે તુ ત્યાંથી વિચારે છે જ્યાં મારી સમજ અટકી જાય છે.

તમને ખબર છે કે હું પૈસા માટે શોધખોળ નથી કરતો. પપ્પાની ડેથ પછી મારા પરિવારની જવાબદારી મારા માથે છે. બીજુ કે તમને ખબર જ છે કે એક રિસર્ચ દરમિયાન મેં મારો પ્રેમ ગુમાવ્યો છે. ત્યારથી મેં અમારા ખાનદાની વ્યવસાયને  આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. હવે બીજુ કંઈ ખોવાની હિંમત નથી.

મને ખબર છે કે તું પૈસા માટે નથી કરતો. એક રિસર્ચ દરમ્યાન તે તારો પ્રેમ ગુમાવ્યો છે. એનો મને ખૂબ જ અફ્સોસ છે. તું છેલ્લી વખત મદદ કરે એ આશાએ તને મળવા આવ્યો છું. પછી, હું તને કયારેય નહીં કહીશ.

દાદીને સારુ થાય પછી આપણે જઈએ. પણ આ છેલ્લી વખત હશે!

ઓહ થેંકયુ અભય.. તુ મને ફોન કરી દેજે. એ દિવસની હું ફલાઇટ બૂક કરાવી દઇશ. એમ કહી પ્રોફેસર દાસ ત્યાંથી જતા રહ્યા. 

સ્વરા, તું ઘરે જઈ શકે છે. ડ્રાઈવર તને મુકી દેશે.

“સર, હું તમારા દાદીને મળી શકું?”

હા..હા… કેમ નહીં!

બંને દાદી પાસે પહોચ્યા. એની મમ્મી દાદીનાં પગ પાસે ઊભી હતી અંદર આવી જોયુ તો તેની આંખો ખુલી ની ખુલી રહી ગઈ.

ક્રમશઃ

વાંચતા રહો cosmic connection સ્વરાભય..

Leave a comment