વિષય:- ઈશ્વર છે ખબર ના હોત તો..?
મારાં આધ્યાત્મિક જ્ઞાન નાં અનુભવોના આધારે બે બોલ શબ્દોમાં લખી જણાવું તો શબ્દો ઓછા પડે. તોયે મે લખવાનો પ્રયત્ન યથાવત રાખેલ છે.આ પૃથ્વી ઉપર સમગ્ર સૃષ્ટિની રચનાને રચનાર ઈશ્વર રચિત એક અકલ્પનીય સાક્ષાત્ માનવી માટે સાબિત કરે છે કે ઈશ્વર છે. નથી એમ કહેનાર નાસ્તિક ની સંખ્યા તેમાં ગણ્યા ગાંઠ્યા હોઈ શકે છે. ઈશ્વરે પોતાને સાબિત કરવા માટે અગમ્ય રહસ્યમય લીલા આ પૃથ્વી ઉપર અલગ અલગ પુરાવા રૂપે રચનાં કરી રોજ રોજ નવાં નવાં એમનાં થકી આ સૃષ્ટિનાં ડ્રામા મંચ ઉપર કાંઈક ને કાંઈક કરી બતાવતાં હોય છે. ઈશ્વરીય કારનામાં ને આપણે ચેતવણી રૂપ કહીં શકીએ તો તે અતિશયોક્તિ નથી. જે કામ વિજ્ઞાન નાં કરી શકે તે ઈશ્વરને કરતાં વાર નથી લાગતી. અને ઈશ્વર કહે છે કે હેં મનુષ્ય મારાં બીના તારું ઉદ્ધાર નથી. અને હું જ જગતનો પાલનહાર કરતાં ધરતાં ત્રિલોચન ઘારી ધર્મરાજ દેવો નો પણ દેવ મા બાપ અને તારાં ગુરુઓનો પણ હું ગુરુ અને સદગુરુ છું. માનવી થકી બનાવેલ કાયદો માનવીને સજા કરી સુધારી નાં શકે તેવાં દુષ્ટ માનવને હું સુધારવા માં મોડું નથી કરતો અંને હું જ જીવાત્માઓમાં પ્રવેશ કરી દુષ્ટો ને કડક માં કડક સજા કરાવડાવું છું. મારી અગમ્ય લીલાં ને કોઈ શરીરધારી માનવી પારખી ન શકે.મારા આધ્યાત્મિકતાને નામે સૃષ્ટિ ઉપર રહીને જે તે જીવાત્માઓને મૂર્ખ બનાવનાર લૂંટનાર પાપાચાર દૂરાચાર આચરનાર નો હું સગો થતો નથી. હું એને દંડિત કરીને જ રહું છું.તારા જન્મ થી લઈને મૃત્યુ સુધી નો સાથી અને સાક્ષી પણ હું જ છું. તારા એક એક સારા નરસાં કર્મનો હું સાક્ષી છું. માનવી સાથે તું હળી મળીને સ્વાર્થમાં કેટલા અન્યાય કર્યા છે એ પણ હું જાણું છું. એમાંય થી તું બચી શકવાનો નથી. તારી અમીરી ક્યારે પણ તને સુખ નહીં આપી શકે. દુષ્કર્મ ની સજા ભોગવ્યા વિના તારો ઉદ્ધાર નથી. પૂજા અર્ચના પ્રાર્થનાં આડંબર દાનથી પણ તું બચી શકવાનો નથી. માનવી થકી વૃદ્ધાશ્રમમાં દાનમાં આવતાં પૈસાનો દુરુપયોગ કરતાં વહીવટી ભ્રષ્ટાચારી દુષ્ટો તેમજ સંડોવાયેલાઓને હું છોડતો નથી. બે નંબરની આવકવાળા નાં પૈસા ને એક નંબર ટ્રાન્સફર કરી આપવા વાળાઓને પણ હું છોડતો નથી. માણસનાં એક એક પાપા ચારની લીલાને હું ઓળખું છું. અને તે મુજબ હું તેને દંડિત કરું છું. તારાં પાપ માંથી બચવાના તારા ઉપાય આપઘાતને પણ હું નિષ્ફળ કરી દઉં છું. તારા અહંકારને પણ તોડનાર હું જ છું.આ શરીર પણ તું મારા થકી પ્રાપ્ત કરી, આત્મા દ્વારા કર્મ કરી પાપ અને પુણ્યનો તું ભાગીદાર બની સજા ભોગવે છે. અને તું તારા કર્મ મુજબ સુખ દુઃખને પ્રાપ્ત કરે છે.હું નિરાકારમાં સુક્ષ્મ માં એક સુક્ષ્મ બિંદુ છું. અને તું પણ એક બિંદુ છું. તને શરીર પ્રાપ્ત થતાં આત્મા (બિંદુ) થકી તું કાર્ય કરે છે. જે મનુષ્ય પોતાની નરી આંખે મને જોઈ શકતો નથી. યોગી વ્યક્તિ જ મને પારખી શકે છે.જે હઠયોગ થી નહીં પણ રાજયોગ જ્ઞાન થી તું મને જાણી શકે છે. સામાન્ય જીવાત્મા મને ક્યારેય નહીં સમજી શકે. જ્ઞાની આત્મા જ મને સમજી મને પ્રાપ્ત કરે છે. પૃથ્વી ઉપર રહેનાર એક એક જીવાત્મા મારા બાળકો છે. તેમની સાથે અન્યાય કરનારને હું અવશ્ય દંડિત કરું છું. ભલે એ માંરો ભક્ત કેમ નાં હોય.જે માનવી આ પૃથ્વી ઉપર શાંતિથી જીવે અને લોકોને જીવા દે એનો જ હું સગો છું. હું જ ભગવાન છું 'શિવ ઉવાચ'મારા સિવાય કોઈ દેવી-દેવતાઓ કે દેહધારી ભગવાન આ પૃથ્વી પર નથી. એ તમે જાણી લેજો. ફક્ત ફક્ત મને યાદ કરો પવિત્ર રહો અને યોગ કરો અને બીજા આત્માઓના કલ્યાણ અર્થે કાર્ય કરો એ જ હું ઈચ્છું છું. મારા નામે આવતું ધન લોક કલ્યાણમાં ઉપયોગ થાય એ જ આધ્યાત્મિક લક્ષ હોવું જોઈએ. મારા નામે ભેગું કરેલું ધન માલિકોનો હું ગુલામ નથી એ દાન કરીને મને ખરીદી શકતાં નથી. પૃથ્વી પરનાં મોટાં મોટાં સેલિબ્રિટી આધ્યાત્મિક સાધુ-સંત શંકરાચાર્ય ગાદીપતિ ઉદ્યોગપતિ નાં સારા નરસા કર્મો ને હું જ ઓળખું છું. એનાં થકી એનાં દ્વારા કરેલાં દુષ્ટ કર્મથી તે બચી શકવાનાં નથી.કેમ કે હું એકલો એનો સાક્ષી છું.અને હું જ દંડિત કરું છું...... 'ભગવાન શિવ ઉવાચ'
(૧) પ્રશ્ન:-‘ઈશ્વર છે ખબર નાં હોત તો.?
જવાબ:-આ પૃથ્વી ઉપર સદા કાળ માટે માનવી જંગલી હેવાનીયત પ્રવૃત્તિઓ માં રચ્યો પચ્યો હોત અને ભિન્ન ભિન્ન પ્રકારનાં વિચારધારા વાળું સંગઠન હોત. એનો વ્યવહાર સ્વાર્થી મતલબી દગાખોર અને એનાં કર્મ માનવજાત માટે કષ્ટ આપનાર અને પીળાદાયક હોત. ઈજ્જત આબરૂ શરમ જેવું કાંઈ હોત નહીં . વેશ્યાલય બજાર ધમધકતું હોત. લોકો નું દંપતિ જીવન નામનું હોત.
માણસ માણસ થઇ માણસને કાપવામાં મારવામાં માણસને ખાવામાં જાનવર ને પણ શરમાવે એવાં તેવો કર્મી હોત. દારૂ જુગારના અડ્ડા વ્યસન ખુલ્લેઆમ ઠેર ઠેર એક બાજાર ધમધકતું હોત . માણસ નું મટન તેમજ પશુ પંખીઓ જાનવર ના મટનનું એક મોટું બાજાર હોત. તેમજ માણસનાં મૃત્યુ બાદ માણસ ને ખાઈ જવાની તાલાવેલી હોત. માણસ એક આદમખોર તરીકે વિચરતો હોત. દયા કરુણા વાત્સલ્ય મરી પરવારી હોત.ગુરુ ટીચર મિત્ર પતિ પત્ની ભાઈ બહેન ના સંબંધને ને પણ શરમાવે એવાં હેવાનિયત કર્મી હોત. તેમજ ખુલ્લેઆમ અરાજકતા વૈમનસ્યતા દુરાચાર વ્યભિચાર આતંકવાદ ત્રાસવાદ નકસલવાદ ભ્રષ્ટાચાર એટલા હદે હોત કે જે હાલ આજકાલ આપણે થોડા અંશ લોકોમાં આપણે જોઈ રહ્યાં છીએ.તેમજ સેવાનાં નામે વ્યાપારીકરણ ની બોલબાલા હોત . એ પણ આપણે આજે જોઈ રહ્યાં છીએ. મિત્રતા નાં નામે ઠગીકરણ ની કોઈ સીમા નાં હોત. માણસનું માણસ ઉપર ત્રાસ અને અમાનવીય પણું એટલા હદે પાર હોત કે એક જંગલ રાજ જેવું હોત. લોહીનાં સંબંધમાં કામ વિકાર હદ થી પાર હોત. આજે આપણે થોડા અંશો વિશ્વનાં નકશામાં જોઈ રહ્યાં છીએ. એટલે કહેવું કે લખવું અતિશયોક્તિ નથી. ઈશ્વર છે. તોય આજે લોકોમાં બીક જેવું નથી. આવાં પ્રકારનાં નરાધમોની સંખ્યા આ પૃથ્વી ઉપર ઓછી નથી.!!
(૨) પ્રશ્ન:- અને આજે ખબર છે કે ઈશ્વર છે તો પણ આપણે શું કરી રહ્યાં છીએ..!?
જવાબ:- જાણીએ….આપ સહું એ પણ જાણતાં હશો કે હાલનાં સંજોગોમાં ભારત દેશ ગરીબ છે એમ કહેવું ઠીક ન કહેવાય. આજે દાનના પ્રવાહની બોલબાલા છે. દાનવીરો ઈચ્છે છે કે દાનથી સ્વર્ગની રાજધાની મળે છે. પાપ માંથી સંપૂર્ણ મુક્ત થવાય છે. વ્યક્તિગત તેમજ સમાજમાં સ્ટેટસ વધે છે. ગર્વ થી જીવાય છે. કાળી કમાણી ઉપર પડદો ઢંકાય છે. બે નંબરની કમાણીના પૈસા એક નંબર કેમ કરાય… એટલે દાન કરી સર્ટિફિકેટ મેળવી ઇન્કમટેક્સ બાદ કરાય છે..!? કાયદાની છટકબારી પણ આમ કરવાં માટે સરળ માર્ગ ખોલી આપી છે. આમ લેનાર અને આપનાર બંનેના પૈસા વાઈટ કોલર વાળા બને છે.!! શૈક્ષણિક સંસ્થામાં એડમિશન માટે ભ્રષ્ટાચાર,નોકરીમાં એડમિશન માટે ભ્રષ્ટાચાર, બિલ પાસ કરવામાં ભ્રષ્ટાચાર, એમ.એલ.એ ની ટિકિટ મેળવવામાં ભ્રષ્ટાચાર, ઉમેદવારી સીટ જીતવામાં ભ્રષ્ટાચાર, દારૂનાં અડ્ડા, વેશ્યાલય, જુગાર નાં અડ્ડા ચાલુ રખાવવા પાછળ આંખ આડા કાન કરવા એટલે એમાંય ભ્રષ્ટાચાર …. કામ વિષય વાસના અને પૈસાની પાછળ આજનો માનવી આંધળો થઈ હરીફાઈ માં લાગી ગયો છે. ટૂંકમાં આપણે કહીએ તો ઈશ્વર છે એની બીક બહુ જ થોડા લોકોને હોય છે.
ભારત એક સંસ્કૃતિ ધરોહર છે. મંદિરોની સંખ્યા ઓછી નથી. યાત્રીઓ યાત્રા કરવામાં પાછા પડતાં નથી. ઘરે ઘરમાં મંદિર છે. રોડ રસ્તાઓ ગલી સોસાયટીના ખૂણે ખૂણે મંદિર આવેલું છે. રામાયણ કથા ભાગવત કથા હનુમાન ચાલીસા ગામે ગામ શેરીએ શેરીએ ભક્તોની ભીડ અને ધૂન જોવામાં આવે છે. હિન્દુઓનાં તહેવારો પણ ઓછાં નથી. દરેક તહેવાર પ્રેરણાદાયી અને એકતા ની મીશાલ નું સંદેશ આપે છે.
,,આમ આપણે આગળ શરૂઆતનાં લેખનાં…
‘બે બોલમાં’ ભગવાન શિવનાં મહાવાક્ય શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં થોડા અંશ વાંચી ગયાં.
અને પ્રશ્ન (૧) માં… ‘ઈશ્વર છે ખબર નાં હોત તો’..?
– એનો જવાબ વાંચી ગયા.
અને પ્રશ્ન (૨) માં…. ‘ઈશ્વર છે તો પણ આપણે શું કરી રહ્યાં છીએ’..!?
– એનો પણ જવાબ વાંચી ગયા.
અને છેલ્લે ભારતની સંસ્કૃતિ તેમજ મનુષ્યની ભક્તિ અર્ચના પૂજા વિશે વાંચી ગયા.
તોય આજે માણસને ભગવાનની બિક કેટલી છે..?? અને કેટલાં અંશે આજે માણસ પ્રામાણિકતા થી વિચરી રહ્યોં છે..?
જે આપણે સમજી વિચારવાનું રહ્યું.
શું ભક્ત ભગવાન નો બન્યો છે..??
સાબિત આપણે જ કરવાનું રહ્યું….
ઈશ્વર પોતાની ફરજ નથી ભૂલ્યાં…
પરંતુ માણસ માણસાઈ ભૂલી ગયો છે.
એટલે આજે દાંપત્યજીવન, પારિવારિક જીવન કુટુંબિક જીવન, મિત્રતા , ભાઈચારા નાં સંબંધોમાં તેમજ સંગઠન, એકતામા તિરાડો શિવાય કાઈ વિશેષ જોવામાં અને સાંભળવામાં મળતું નથી. મર્યાદાઓ, જવાબદારી પ્રેમ આજે ખતમ થઈ રહી છે.જે આજે આ મનુષ્યનાં અંદરૂની મનની વૃતિ નું સાચું દર્પણ બોલે છે કે માણસ કેટલાં કોટી કોટી નાં હોય છે.જે નગ્ન સત્ય છે.
‘મિત્રો જ જીવનનાં સાચાં પત્રકાર હોય છે.’
ચેતતા સદા સુખી.
ડૉ. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’
Spiritual writer
Mo.No.9913484546
Email ID utsav.writer@gmail.com
(Amdabad)
Leave a comment