આંખ ભીની ને ભીનો કાગળ લખું,
એમ લખું, કેમ લખું ભીનો કાગળ કેમ લખું?

વરસી ઝાકળ કેરા આંસુ, ભીના કાગળ લખું,
પાપણના પલકારે ભીનો કાગળ કેમ લખું?

આગળ લખું, પાછળ લખું ભીનો કાગળ લખું,
હૈયા કેરા વેદનામાં ભીનો કાગળ કેમ લખું?

ના શબ્દ રહ્યા, ના શ્યાહી રહી ભીનો કાગળ લખું,
ઝાકળ સમાણા નેનોમાં, ભીનો કાગળ કેમ લખું?


જયશ્રી વાઘેલા (મુંબઈ)

Leave a comment