ક્યાંથી….


નથી મળતા શબ્દ હવે લખવુ ક્યાંથી?
જો રાહ ડગર મળે તો વાંચવું ક્યાંથી?

શબ્દોથી સજાવું ગુલદસ્તો ક્યાંથી?
ઝાકળથી વર્ષે કોરા કાગળ ત્યાંથી.

સપ્તરંગી સપનામાં શબ્દો ક્યાંથી?
ભોમ પડ્યા શબ્દોના, વિચારો ક્યાંથી?

શબ્દો શ્વાસે શ્વાસે રૂંધાતા વિહરી ક્યાંથી?
બંધાય દર્દમાં આ જિંદગી નીકળી ત્યાંથી.

કોઈ ગોતે મને શબ્દોમાં, હું મળું ક્યાંથી?
પ્રિયે! હું મળું શબ્દોની મહેફિલ માંથી!


જયશ્રી વાઘેલા મુંબઈ

Leave a comment