પશુ-પંખીનો મારી જિંદગીમાં ફાળો…
ઘરનાં આંગણે ટપકતી મોર-ઢેલની લાળો,
જોવાં મળતાં ચકલાં-ચકલીનો ચાળો,
સુગરી એ બનાવેલ સોનેરી ગુચ્છોનો માળો,
કલબલ કરતી કોયલનો અટકચાળો,
ચરકી જઈને કબૂતર બાંધતાં નશીબની પાળો,
જેની જમીન પર બંગલો બનાવ્યો તે સાપ વાર-તહેવારે જુનાં ઘરનાં દર્શને આવીને મૂકી જતી તેની કાંચળી ની જાળો. મારાં ઘરમાં ઉંદર-બિલાડી સંતાકૂકડી રમીને કહેર વરતાવતા’તાં કાળો, મારાં ઘરનાં લાડકા કૂતરાઓને કાયમ દૂધ પીવડાવતો’તો મારો ભાણો,
વાઘ,સિંહ,ચિત્તા,રીંછ,દિપડાં અને હાથીના વાતો કહીને છોકરાંને રાખતાં છાનો,
પશુ,પ્રાણી,પક્ષીઓનો મારી માનવજાતની જિંદગીની સુખ-શાંતિમાં છે ફાળો,
જીતેન્દ્ર શાહ “સુકાન્ત” (અમદાવાદ)
Leave a comment