હે માનવ! તને હું નહીં પહોંચી શકું,
જરુર હોય તે પ્રમાણે જ્યારે ને ત્યારે તારી કરવટ બદલે છે તું,
સામેના ને કેટલી મદદ કરવી તે નક્કી કરવાં ફુટપટ્ટી થી તેને માપે છે તું,
ખાવાંને શીકું નો’તું,સુવાંને ઓશીકું નો’તું ત્યારે સામો મળું તો રસ્તો બદલતો’તો તું.
હવે જ્યારે જરુર પડી છે મારી ત્યારે મને મળવાં ગાડી મોકલે છે તું.
દુનીયા માં ક્યારે કોની અને કેટલી જરુર પડવાં ની છે તે આપણ ને ખબર નથી?
પચરંગી દુનીયા માં રાચતો તું એટલો બેખબર ન બન.
કોનાં કેટલાં કામ માં આવવું તેની દિશા ચીંધે છે પ્રભું,
કાંઈક ખોટું કરીશ તો તારાં કાન વિંધે છે પ્રભું.
જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)

Leave a comment