The cosmic connection સ્વરાભય ભાગ ૪
બંને દાદી પાસે પહોચ્યા. એની મમ્મી દાદીનાં પગ પાસે ઊભી હતી. અંદર આવી જોયુ તો તેની આંખો ખુલીની ખુલી રહી ગઈ.
ડો વિવેક દાદીનું પ્રેશર માપી રહ્યા હતા. નર્સ હાર્ટ પર પંપીગ કરી રહી હતી. એની મમ્મી દાદીના પગ પાસે ઊભી રડી રહી હતી અને અનીકા તેમણે ધીરજ આપી રહી હતી. અભયે ગભરાઈને કહ્યું, “મમ્મી, દાદીને અચાનક શું થયું?”
તેની મમ્મી રડતાં રડતાં બોલી, “અચાનક, ક્યાં કશું થાય છે? તને ખબર છે કે દાદીનો છેલ્લો સમય છે.”
યુ આર રાઈટ, મિસિસ રાજપૂત. મિ અભય, તમને ખબર જ છે અચાનક કશું થયું નથી! મને લાગે છે કે દાદીના દિલ પર કોઈને કોઈ આઘાત જરૂર છે. કોઈ અધૂરી ઈચ્છાને કારણે તેઓ મૃત્યુના મુખમાં જઈને પણ પાછા આવે છે. તમને મોકો મળ્યો છે તમે ખૂબ જ લકી છો. બની શકે તો જીવતા ઈચ્છા પૂરી કરશો. મર્યા પછી તો દેખાવો આખી દુનિયા કરે છે.
દાદીએ ધીમા અવાજે કહ્યું, “અભય…. અભય…..
“હા, દાદી…
“તારા લગ્ન જોવાની ઈચ્છા છે. મારી એ ઈચ્છા પૂરી કરીશ.”
‘હા, સ્વીટહાર્ટ જરૂર પૂરી કરીશ.’
‘અનિકા સાથે લગ્ન કરીશ!’
‘હા, કરીશ..’
આ સાંભળીને અનીકાની ખુશીનો પાર રહ્યો નહીં. તે આ એમ સો હેપી બોલીને અભયને ભેટી પડી.
દાદી ધીરે કરી બેડ પર બેઠા થયા. ડોક્ટરને ઈશારો કરી કહ્યું, “આ બધુ કાઢી નાખ. મારે ઘરે જવું છે. અભય, તું મને ઘરે લઈ જા. તારા લગ્નની તૈયારીઓ કરવાની છે. “
પણ, તમારી તબિયત!
મને શું થયું છે? હું તારા લગ્ન જોઈને જ શાંતિથી દુનિયા છોડી દઈશ.
એટલે ડો. વિવેકે દાદીની નજીક આવી કહ્યું, “દાદી, ડોક્ટર હું છું. હું રજા આપીશ કે તમે ક્યારે ઘરે જશો! દાદી ઓવર એક્ટિંગ કરો છો. તમે હદય રોગના દર્દી છો.
દાદીએ ફરીથી ખાંસી ખાતા બોલ્યાં, “તારી જેવી મરજી! પણ મને કાલે રજા આપી દેજે.”
ઓચિંતા, દાદીની નજર સ્વરા પર પડી. સ્વરાને પોતાની તરફ આવવાનો ઈશારો કરતા આશ્ચર્યથી કહ્યું, “મેં તને ક્યાંક જોઈ હોય એવું લાગે છે. તું કોણ છે?”
“દાદી, કોઈ ખાસ ઓળખ નથી. આપણી કંપનીમાં જોબ કરે છે.” અનીકાએ મોઢું ચડાવતા કહ્યું.
મને એવું લાગે છે કે ‘મેં ક્યાંક જોઈ છે? મને યાદ નથી આવતું.’
‘દાદી, આપણે મંદિરે મળ્યા હતા.’
‘મંદિરે?’
હા, હું નિરાશ થઈ મંદિરના ઓટલે બેઠી હતી. ત્યારે તમે મારા મનમાં આશાની કિરણ આપી હતી. એ જ દિવસે મારું ઇન્ટરવ્યૂ હતું. તમે મને કીધું હતું કે ‘અનુભવ નહીં પણ ભગવાનને બધાની જરૂરિયાત ખબર હોય છે. અહીંથી કોઈ ખાલી હાથે જતું નથી. પરમેશ્વર બધાની ખબર રાખે છે. એને તારે માટે પણ કંઈ વિચાર્યુ હશે! એટલે તું ચિંતા નહીં કર. આજે નહીં તો કાલે તને નોકરી મળી જશે.’
તો આખરે તને નોકરી મળી ગઈ. ‘તું ખુશ છે ને!’
“હા, દાદી હું ખુશ છું. પણ તમારા દીકરાના દિકરાના લગ્ન થયા કે નહીં!”
તારા અભયસર મહા મુસીબતે માન્યા છે. એક રીતે જોઉં તો તારા કદમો ખૂબ જ શુભ છે.
આ સાંભળીને અનીકાને બળતરા ઉપડી. તેને હકથી અભયના હાથમાં હાથ નાખી કહ્યું, “મી. રાજપૂત, આ ખુશખબર આપણે મારા મમ્મી પપ્પાને આપી દઈએ. એટલે મમ્મી પપ્પાને સગાઈની તૈયારી કરવાની સમજ પડે.”
અભય તેનો હાથ છોડાવતા કહ્યું, “જો અનીકા મારે ઓફિસમાં ઘણું કામ છે. મમ્મી ફોન કરીને જણાવી દેશે. સ્વરા, ચલ હું તને ઘરે છોડી દઉં.”
સ્વરા દાદીને પગે લાગ્યું અને અભય સાથે જતી રહી.
અનીકા બંનેને સાથે જતા જોઈ અંદરોઅંદર લાલપીળી થઈ ગઈ. “ક્યાં સુધી મારાથી ભાગીશ?” એક ને એક દિવસ આવવુ તો મારી પાસે જ રહ્યું.
અભયની મમ્મીની નજર પડતાં, તેમને અનીકાને કહ્યું, “શું વિચારી રહી છે? અભયને કોઈ બીજા સાથે જોઈને બળતરા થઈ રહી છે.”
ના.. ના.. ‘એવુ કશું નથી!’
“તો કેવું છે?”
“એક સ્ત્રી પોતાનાં મનપસંદ પુરુષને કોઇ બીજી સ્ત્રી સાથે જોઈ તો બળતરા થવી સ્વભાવિક છે. હું સમજી શકું છું. પણ તું ચિંતા નહીં કર. અભયના મનમા એના માટે એવુ કંઈ નથી.”
તેને મનમાં વિચારી કહ્યું, “ડીયર સાસુમાં, તમે અને દાદી તો રમતના મહોરા છો. તમને ક્યાં ખબર છે કે અભયના મનમાં મારે માટે કંઈ નથી! આ તો લગ્ન કરવા સારાપણાનો ઢોંગ કરવો પડે છે.”
“ફરી, શું વિચારે છે?”
કંઈ નહીં..
તો જા ઘરે. હું તારા મમ્મી પપ્પાને ફોન કરી દઈશ.
એ પણ તેઓની પાછળ ઘરે જવા નીકળી ગઈ. દાદીને પણ બીજે દિવસે રજા મળી ગઈ. અભય એની દાદી અને મમ્મીની ચાલથી અજાણ હતો. એ દાદીની જીદને કારણે અનીકા સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો. દાદી અને અભયની મમ્મી અનિકાની ચાલમાં ફસાઈ ગયા હતા. એકતરફ છોકરાનું ઘર વસાવા માટે અનિકા સર્વગુણ સંપન્ન લાગતી હતી. કારણકે તેને દાદી અને અભયની મમ્મીનું દિલ જીતી લીધું હતું.
એક અઠવાડિયા પછી…
આજે મોસ્ટ રીચેસ્ટ પર્સન મિ. અભય રાજપુત અને અનીકા મહાજનની સગાઈ છે. ઘરમાં ખુશીઓનો માહોલ છે. દાદી અને મમ્મીને ખુશ હતા. પણ અભયના ચહેરા પર સગાઈની કોઈ ખુશી દેખાતી નહોતી. એકએક કરીને મહેમાનોની પધરામણી થઈ રહી હતી. આખું કૈલાસ-હરિ નિવાસ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. પણ અભયના મનમાં તમસ બળી પથરાયું હતું. એક અજીબ બેચેની થઈ રહી હતી. આથી એ દાદી પાસે જવાનું વિચાર્યું.
એ દાદીના રૂમમાં એન્ટર થવાનો જ હતો ત્યાં એની મમ્મીનો અવાજ એના કાને પડ્યો. માં આજે હું ખૂબ જ ખૂશ છું. તમારા લીધે આજે અભય સગાઈ કરવા તૈયાર થયો છે.
પાંત્રીસ વર્ષનો થયો. મને એની ચિંતા હતી એટલે જ મેં ડો. વિવેક સાથે મળી આ નાટક કર્યું. આપણે તો ડો વિવેકનો પણ આભાર માનવો જોઈએ.
આ સાંભળીને અભય ત્યાં જ રોકાઈ ગયો તેણે મનમાં વિચાર્યું કે ‘તમે બંનેએ મારી સાથે ચાલ ચાલી છે. હું પણ તમારી સાથે ચાલ ચાલીશ. આખરી દાવ મારો હશે.’ એ ત્યાંથી હોલમાં જતો રહ્યો.
થોડી વારમાં સ્વરા પણ આવી પહોંચી. લાંબા લહેરાતા વાળ, આંખોમાં કાજલ, કાનોમાં ક્રીમ કલરની લાંબી એરિંગ, ડાબે ગાલે ખંજન, જમણા હોઠ ઉપર કાળો તલ, મરુંન બિંદી ને ક્રીમ કલરનો ડ્રેસ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. સ્વરાને જોઇને અભયની હાર્ટબીટ વધી રહી હતી. એની નજર એના પરથી ખસતી જ નહોતી.
દાદી અને તેની મમ્મી બેખબર બની મહેમાનોની આગતા સ્વાગતા કરતા હતા. સ્વરા પણ દાદીની બાજુમાં ઊભી રહી મહેમાન ગતિ કરી રહી હતી અને અભય સ્વરાને જોઈને મૂર્તિ બની ઊભો રહ્યો હતો.
એટલામાં મહાજન પરિવારની એન્ટ્રી થઈ અને સ્વરા અભયની નજરથી દૂર થઈ.
દાદીએ અભયને ઈશારો કરી પાસે બોલાવ્યો. અનીકા બ્લેક ડ્રેસ, બ્લેક બિંદી, બ્લેક એરિંગ ને રેડ વાઇન લિપસ્ટિકમાં કિલર વેમ્પ લાગતી હતી.પણ અભયની નજર સ્વરાને શોધી રહી હતી. દાદી, હું હમણાં આવું છું કરીને અભય ત્યાંથી પોતાનાં બેડ રૂમ તરફ ચાલવા માંડ્યું. અચાનક એની નજર સ્વરા પર પડી. એટલે તેણે દાદીના રૂમ તરફ ચાલવા માંડ્યું.
એને જોયુ તો એ કોઈની સાથે વાત કરી રહી હતી. એને ખૂબ જ આશ્ચર્ય થયું કે ‘અહીં કોણ હશે જે સ્વરાને ઓળખે છે?’ આખરે, ચક્કર શું છે? આમ તો સીધી સાદી દેખાય છે. આ કોણ છે જેની સાથે છુપાઈને અહીં સુધી આવી છે?’
ક્રમશઃ બીજા ભાગમાં જલ્દી મળીશું..

Leave a comment