“અવની પર”
અવની પર, ધીરે ધીરે વીતી રાત્રી,….…….
ને, મળસ્કે કલરવ કરતી, એક સવાર આવી.
એ આવી રે! દોડતી, ને હસતી હસતી આવી,
આવી ને સીધા દીધા બારણે ટકોરા બે-ચાર.
મેં, દ્વાર ખોલી જોયું, તો સામે ઝુમતી જિંદગી.
આંખોમાં હતું અચરજ,
સાથે લાવી હતી એ નવ પાના,.. મેં પૂછ્યું,
આ શું છે?….
તો.. કહે…આ છે ભેટ તારી.
પ્રથમ પાનું, મને પ્રેમથી આવકારવું.
બીજું પાનું, દરેક પાસાને સ્વીકારવું.
ત્રીજું પાનું, હકાર ના અભિગમથી જોવું.
ચોથું પાનું, આત્મીયતાથી બધાંને ચાહવું.
પાંચમું પાનું, પોતાનાથી પોતાને ગમવું.
છઠ્ઠું પાનું, ઈચ્છાને જાણીને તેને પામવું.
સાતમું પાનું, મને.. જિંદગી…ને સમજવું.
આઠમું પાનું, સપ્રેમથી દરેકને નિભાવવું.
અને………
નવમું પાનું, જે ખૂબ અઘરું અને અગત્યનું છે,
કે…… જિંદગીમાં, સારી–નરસી, ગમતી–અણગમતી,
સુખ–દુઃખ અને દરેક બાબતને પોતાનામાં સમાવવું.
અરે! તું તો જિંદગી છો કે જિંદગીની પાઠશાળા.
બસ, આજ છે, રહસ્ય….જિંદગીનું
સમજાય તો, બલ્લે, બલ્લે,
ના સમજાય, તો, ભલે ભલે.
મેં, દ્વાર ખોલ્યું, અંદર આવી જિંદગી.
આનંદથી ઝુમતી, મદમસ્ત…જિંદગી.
નરેન્દ્ર ત્રિવેદી.(ભાવનગર-ગુજરાત)
9429234243
Leave a comment