કાંઈ સારું નથી…..
કોઈને કશુ જ કહેવું નહીં ને અંદર અંદર રીબાવું તે કાંઈ સારું નથી,
કોઈ ને કાંઈક કહીએ ને પછી કુટુંબ માં ધીબાવું તે પણ કાંઈ સારું નથી.
જીવવું બીજા કહે તે પ્રમાણે અને સ્વતંત્રતા ના નારા લગાવવાં તે પણ કાંઈ સારું નથી.
જીવવી તો જિંદગી જિંદાદિલી થી,મરવા નાં વાકે જીવવું તે પણ કાંઈ સારું નથી.
જાણી જોઈ ને જ્વાળા માં લપેટાવું અને આગ ની બૂમો પાડવી તે કાંઈ સારું નથી.
ક્યાં સુધી આસું પાડશો જિંદગી માટે, જિંદગી હથેળીમાં રાખવી કાંઈ સહેલી નથી.
આપણું સ્વત્વ,અસ્તિત્વ,પ્રભુત્વ નું સ્ટીયરીંગ બીજાં કોઈનાં હાથ માં હોય ને કહેવું મારી જિંદગી ની ગાડી હું ચલાવું છું તે પણ કાંઈ સારું નથી.
જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)
Leave a comment