યાદ રહી ગયા…
અળગા અળગા ચાલ્યા
તોય, તમો યાદ રહી ગયા,
સપનામાં આવીને રડાવ્યા,
તોય, તમો યાદ રહી ગયા.
આજે બધી ચકચાર વાતો,
તોય, તમો યાદ રહી ગયા,
પડછાયામાં પડછાયો નહોતો,
તોય, તમો યાદ રહી ગયા.
જે નથી આપણું,
તોય, તમો યાદ રહી ગયા,
સમી સાંજે તારો સાથ ન હોય,
તોય, તમો યાદ રહી ગયા.
રંગોની હેલી ના ચડી તોય, તમો યાદ રહી ગયા,
સ્પર્શતી લાગણી હૈયે ન હતી,
તોય, તમો યાદ રહી ગયા.
શબ્દોથી ઘા ના રૂઝાયા,
તોય, તમો યાદ રહી ગયા,
જીવનના પથવારમાં સાથે નહોતા,
તોય,તમો યાદ રહી ગયા.
જયશ્રી વાઘેલા (મુંબઈ)
Leave a comment