રોમ રોમમાં વસે તું…..
મારાં રોમે રોમમાં વસી ગયેલ વ્હાલી તારી યાદ છે,
તું ચાલી ગઈ છે મારા થી દૂર તેવી મારી ફરિયાદ છે,
તારાં અંતર અને મારાં અંતર નાં વિચારો વચ્ચે નું અંતર તને અને મને યાદ છે,
તારાં અને મારાં વાદ-વિવાદ વચ્ચે ઊંચા થયાં’તાં આપણાં બે’ઉ નાં સાદ તે યાદ છે.
તારાં વિચારો પ્રમાણે તું જીવ અને મારાં પ્રમાણે હું તેવું કરીએ સમાધાન ,
થોડી આગળ તું વધ,થોડો આગળ હું. ભેટી ને કરીએ નવાં જીવન ની શરુઆત.
જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)
ગુરુવાર ૧૭/૦૬/૨૫ ની કવિતા
Leave a comment