The cosmic connection સ્વરાભય ૫
અભયે જોયુ કે સ્વરા કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરે છે. આથી તેનો આપો ખોવાયો. હુ ધ હેલ યુ? આ બધું ઘરમાં શું ચાલી રહ્યું છે? દાદી અને મમ્મીએ ચાલાકીથી મારા વિવાહ નક્કી કર્યા છે ને મારું મન સ્વરા પાછળ ખેંચાઈ રહ્યું છે. એને બીજા સાથે જોઈને મને ખૂબ જ ગુસ્સો આવે છે. મને કંઈ સમજાતું નથી. એ છાના પગલે દરવાજા પાસે ઉભો રહ્યો.
સ્વરા તેને કહી રહી હતી કે તારી હિંમત કેવી રીતે થઈ મને મેસેજ કરી અહીં બોલાવવાની?
તું આવી છે તો એનો મતલબ એ છે કે તું મને આજે પણ પ્રેમ કરે છે! કરે છે ને! જો બધુ ઠીક થઈ જશે. હું પણ તને પ્રેમ કરું છું. હું ઇચ્છુ છું કે આપણો સંબંઘ પહેલા જેવો થઇ જાય.
સંબંઘ.. કેવો સંબંઘ? આપણા સંબંધમાં હું ક્યાં હતી? હું આવી છું એનો મતલબ એ નથી કે હું તને પ્રેમ કરું છું. તું મારા ફોટો વાઇરલ કરી મને બદનામ કરવા ઈચ્છે છે. તારા ધમકી ભર્યા મેસેજને કારણે મજબૂરીથી મારે અહીં આવવું પડ્યું છે.
તને મળવા માટે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. પ્લીઝ, તું ચાહે તો બધુ ઠીક થઈ શકે છે.
હવે શક્ય નથી.
તું ચાહે તો શક્ય છે. સ્વરા, હું આખી દુનિયાથી છુપાવીને આપણા સંબંધને જીવંત રાખવા માંગુ છું.
આખી દુનિયાથી છુપાવી ને! મતલબ…?
તેને પોતાની આંગળીઓથી સ્વરાના ગાલને સ્પર્શ કરતા કહ્યું: “દુનિયાને છુપાવીને એનો મતલબ એ કે દુનિયાની જાણ બહાર એક પતિ પત્નીની જેમ જ રહી શકીએ છીએ. તું પણ ખુશ હું ખુશ અને આપણા ઘરના બધા જ ખુશ. તું મારી જરૂરિયાત છે. તને ખબર છે આદત છૂટી જાય પણ જરૂરિયાત નહીં.
સ્વરાને આ સાંભળી ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે આરવનો હાથ ઝાટકી કહ્યું: “હું તારી સાથે અમાન્ય સંબંધમાં બંધાઈશ તે મારા માટે આવું વિચાર્યું પણ કેવી રીતે? રહ્યો સવાલ મારી ખુશીનો તો હું મારી જિંદગીથી ખૂબ જ ખુશ છું. તું તારી ખુશી સાથે ખુશ રહે. આઈ હોપ મારી જેમ એને દગો નહીં આપે. તું તારી જરૂરિયાતને ત્યાં પૂરી કરી શકે છે.”
સ્વરા તું સમજવાની કોશિશ કર. ખુશી સાથે લગ્ન કરવા એ મારી મજબૂરી છે. હું મમ્મી પપ્પાની વાત ઠુકરાવી શકતો નથી. તારા વગર રહી શક્તો નથી.
તો બધુ છોડી મારી સાથે લગ્ન કરી શકશે! આખી દુનિયા ને સમાજ સામે મને અપનાવી શકશે! મને તારું નામ આપી શકશે!
રાધા કૃષ્ણએ ક્યાં લગ્ન કર્યા હતા? રાધાએ ક્યાં કોઈ હક માંગ્યો હતો?
તારી સરખામણી કૃષ્ણ સાથે કરે છે! તને તો પ્રેમનાં પની પણ સમજણ નથી. મારા પરિવારની જવાબદારી તને બોજ લાગી. મુશ્કેલીના સમયે મારો સાથ છોડ્યો.
સોરી સ્વરા, કહીને તે જબરજસ્તી તેને હગ કરવાની કોશિશ કરી રહ્યો હતો.
સ્વરાએ એને ધક્કો મારી દૂર કરતા કહ્યું: “ડોન્ટ ટચ મી બોલીને એ તેનાથી બે ત્રણ ડગલાં પાછળ ગઈ. છતાં, આરવ એની નજીક આવવાનો પ્રયાસ કરતો હતો.
આ જોઈને અભયની ધીરજ ખૂટી રહી હતી. તેથી તેને પાછળથી કોલર પકડીને આરવને સ્વરાથી દુર કરતા કહ્યું: “હાઉ ડેર યુ…સ્વરાને હાથ લગાડવાની તારી હિંમત કેવી રીતે થઈ?”
મિ. અભય તમે અમારી વચ્ચે નહીં પડો. આ અમારા બેની મેથડ છે.
અભયે પોતાનો કોટ કાઢી સ્વરાને આપ્યો. પછી બાંય ચડાવી કહ્યું: “શું કીધું તે? તમારા બેની મેથડ!હું તમારી વચ્ચે આવું છું. એક થપ્પડ લગાવી બોલ્યો, આ ઘર મારું છે. સ્વરા મારી મહેમાન છે. સગાઈ મારી છે. પ્રસંગ મારો છે. અમારી વચ્ચે તું આવ્યો છે. વળી, પાછુ મને કહે છે કે હું તમારી વચ્ચે આવું છું. તું છે કોણ? તને આમંત્રિત કોને કર્યો છે? સીધી ઈજ્જતે જાય છે કે પછી તને કોલર પકડી બહાર ધકેલી દઉં. પહેલી આંગળીથી જવાનો ઈશારો કરી કહ્યું: ગેટ આઉટ ફ્રોમ હીયર..
આરવે નફફતની જેમ હસતા કહ્યું: સ્વરા મારી ઉતરણ છે. એને તું ઓઢીશ કે પછી મારી જેમ જ મજા કરીશ.
આ સાંભળીને અભયને વધુ ગુસ્સો આવ્યો. તેણે આરવને જોરદાર બે ત્રણ થપ્પડ લગાવી આપી. પછી, કોલરેથી પકડી હોલમાં ઘસડી લાવ્યો. ગેટની બહાર કાઢી મુક્યો. વોચમેનને આદેશ આપતાં કહ્યું કે જો આ વ્યક્તિ ઘરની આસપાસ દેખાય તો પોલીસને ફોન કરી લેજો.
તને તો હું જોઈ લઈશ..
મને ધમકી આપે છે. અભય રાજપૂતને ધમકી આપે છે. હોલમાં ઉપસ્થિત મહેમાનો અભયના ગુસ્સાને જોઈને છકી ગયા.
અનિકાએ અભયને શાંત પાડતા કહ્યું: “કુલ મિ. અભય…કુલ. મોટી પાર્ટીમાં નાની મોટી ઘટના બની જાય છે. ઇટસ ઓકે.. શાંત થઇ જા. શું થયું? એ કહીશ?
અનિકાને ઇગ્નોર કરતા ગુસ્સે થઈને કહ્યું: “મમ્મી આ કોણ હતું? આપણું મહેમાન હતુ? શું તમે આમંત્રણ આપ્યું હતું? મને આની એક એક માહિતી જોઈએ.
આંટી પર શું ગુસ્સો કરે છે? એ અમારી સાથે આવ્યો હતો. આરવ, મારા મામાનો દીકરો છે. ગુસ્સે તો અમારે થવું જોઈએ કે તે એને કાઢી મૂક્યો. એનો વાંક શું હતો કે તમારી હાથાપાઈ થઈ ગઈ?
અભયે પહેલી આંગળીના ઈશારે કહ્યું: “તારા મામાનો દીકરો છે તો મારા ઘરમાં આવી કોઈ પણ વ્યક્તિ સાથે અસભ્ય વર્તન કરવાનો હક મળી ગયો! મારે તારી સાથે લગ્ન નથી કરવા…પણ મારે તારી સાથે શારીરિક સંબંધ રાખવા છે એ પણ દુનિયાથી છુપાવીને. બોલ મંજૂર છે!
મિ. મહાજને ગુસ્સે થઈને અભયનો કોલર પકડી લીધો.
અભય… ગુસ્સામાં તું શું બોલે છે એનું જરાય ભાન નથી. શું થયુ એ કહીશ? વગર વાંકે તું અનિકા સાથે મીસબિહેવ નહીં કરી શકે! જા મહેમાનને અંદર લઈ આવ. દાદીએ ગુસ્સે થઈ કહ્યું.
અભયે કોલર છોડાવી કહ્યું: “દાદી, તમે ચૂપ રહો.” એ કંઈ બોલે, ત્યાં તો એની નજર સ્વરા પર પડી. એની આંખોમાં આંસુ જોઇને પોતાના હાથની મુઠ્ઠી બંધ કરી ગુસ્સાને કાબૂમાં રાખી કહ્યું: દાદીઆ સગાઈ મારાથી નહીં થાય.
સંબંધોમાં ઊંચનીચ થઈ જાય. મન મોટાઉ થઈ જાય. અનિકાનો પરિવાર આપણો પણ પરિવાર છે. તું માફ કરી દે. આરવ એના મામાનો દીકરો છે.
એટલે જ ધરની બહાર કાઢ્યો છે. એની જગ્યાએ કોઈ બીજુ હતે તો?
તો શું અભય કુમાર? એનો વાંક શું છે? તમે એને શા માટે બહાર કાઢી મૂક્યો? આટલા બધા લોકોમાં અમારા પરિવારની ઇજ્જત કોડીની કરી દીધી. તમને એનો જરાય અફ્સોસ નથી.
ઈજ્જત… તેણે દૂર ઊભેલી સ્વરાનો હાથ પકડીને હોલમાં લાવતાં કહ્યું: “મિ. મહાજન અનિકા અને સ્વરામાં શું ફેર છે?”
મિ અભય, બંનેમાં જમીન આસમાનનો ફરક છે. અનિકા મારી દીકરી છે. સ્વરા ઈઝ અ વેરી ચિપકલાસ. ઇન્ફેકટ આરવે એની સાથે સગાઈ તોડી છે. એને જોઈને ફરીથી એના અરમાન જાગ્યા હશે!
મને તો તમારી વિચાર શક્તિ ચીપ લાગે છે. તું બોલ સ્વરા તારામાં અને અનિકામાં શું ફરક?
સર પ્લીઝ, મારો તમાશો બની રહ્યો છે. મારી ભૂલ હોઈ શકે! તમે અંદરો અંદર ઝગડો નહીં. હું ઘરે જતી રહું છું.
મિ મહાજન, અનિકામાં અને સ્વરમાં સંસ્કારોનો ફરક છે. બંને મારી કંપનીમાં જોબ કરે છે. મારા માટે બંને એમ્લોય છે. એક સિનિયર સેક્રેટરી અને એક જુનિયર..
અનિકાની મમ્મીએ કહ્યું: “અત્યારે તમારી સગાઈ છે. અને તમે?-
આંટી, સગાઈ હતી. મને માફ કરજો. હું આ સગાઈ માટે રાજી નથી. હું સગાઈ કરવા તૈયાર નથી. હું એની સાથે નિભાવી શકીશ નહીં. એ મારી પસંદગી નથી. એ તો દાદી અને મમ્મીની પસંદગી છે.
“શું તું દૂધ પીતું બાળક છે કે તને સગાઈનો મતલબ નથી ખબર? કે આ લો કલાસ તારી પસંદ છે? આ રોડપતિ સાથે નિભાવી શકીશ! એનામાં એવું શું છે જે મારામાં નથી!” અનિકાએ ગુસ્સે થઈ કહ્યું.
“તારા જેવી ચીપ જ આવી હલકી વાત કરી શકે?”
દીકરા, આ તું શું બોલી રહ્યો છે? એની મમ્મીએ સમજાવાની કોશિશ કરી… પણ અભયના ગુસ્સાને કારણે એ વધુ બોલી શકી નહીં.
દાદી, મારે અનિકા સાથે સગાઈ નથી કરવી! અહીં ઉપસ્થિત બધા જ મહેમાનો જમીને જાય એ મારી વિનંતી છે. એ પોતાનાં રૂમમાં જતો રહ્યો.
દાદી, તમે વડીલ છો ને! આ અવગણનાને શું સમજુ? એક સ્ત્રી છો તો સ્ત્રીની વેદના તમે સમજી શકતાં નથી. અનિકાની મમ્મીએ દાદીને સમજાવતા કહ્યું.
અભયે સાંભળું નહીં સાંભળું કરી ત્યાંથી ચાલવા માંડ્યું.
મિ. મહાજને ગુસ્સે થઈને કહ્યું: “શું અમારું અપમાન કરવા અમને બોલાવ્યા હતા? સગાઈ નહીં કરવી હતી તો સીધે સીધી ના પાડી દેવી જોઈતી હતી. અમારી બેઇજ્જતી શા માટે કરી? હું આ વાત યાદ રાખીશ.
અભય, એક મિનિટ ઊભો રહે મારા સવાલનો જવાબ આપતો જા..
ક્રમશઃ બીજા ભાગમાં જલ્દી મળીશું..

Leave a comment