છે તું
આમ જોઈએ તો મારા જીવનની રંગ ભરી ઝરમર છે તું,
મારાં જિંદગી ની હોડી ચલાવવાં વાળી સાગર છે તું,
મારાં કુટુંબ નાં સુખ -ચેન સાચવી રાખનાર ગાગર છે તું,
મારી જિંદગીનું ભવિષ્ય લખેલ કાગળ છે તું.
મારા કુટુંબ ને સુગંધ દેતો ફાગણ છે તું.
મારા ઘર ને પાવન કરતું આંગણ છે તું,
મારા માબાપને સાચવનાર પટાંગણ છે તું, તારા કહ્યા પ્રમાણે બધાં ચાલે તો મારા ઘર ની સુહાગન છે તું,
વિફરે તો કોઈ ના હાથ માં ન રહે તેવી પાવાગઢની વાઘણ છે તું,
જીતેન્દ્ર શાહ “સુકાન્ત” (અમદાવાદ)
Leave a comment