The cosmic connection સ્વરાભય ભાગ 6
ભીની પાંપણે હેતની ઓટ વર્તાતી હતી,
હૈયાની વેદના મૌન બની છલકાતી હતી…
અભય, એક મિનિટ ઊભો રહે મારા સવાલનો જવાબ આપતો જા.
સાંભળું નહીં સાંભળું કરી અભય બેડરૂમમાં જતો રહ્યો.
દાદી, અહીં અમારું અપમાન થઈ રહ્યું છે. મારી દીકરીની બદનામી થશે એ અલગ.
હું સમજુ છું.
સમજતા હતે તો અભયને જરૂરથી રોકતે.
આ વાત માટે હું ખૂબ જ દિલગીર છું. આપણે બંનેને જબરજસ્તી લગ્ન બંધનમાં બાંધી તો લઈશું. પણ તમારી દીકરીને જેવો પ્રેમ જોઈતો હશે! એવો અભય નહીં આપી શકે તો નકામી બે જિંદગી ખરાબ થઈ જશે. અભય આવું કરશે એવો અમને જરાય અંદેશો નહોતો. અમને માફ કરજો.
“દાદી, તમે મારું અને મારા પરિવારનું અપમાન કર્યું છે. આ હું કયારેય નહીં ભૂલું. અભયને હું કયારેય માફ નહીં કરીશ. એના આ વર્તાવ માટે મારા પપ્પા મમ્મી અને આરવ પાસે માફી માંગવી જ પડશે.” અનિકા એ ગુસ્સે થઈને કહ્યું.
અભયે આજ સુધી ક્યારેય ખોટું સહન કર્યું નથી. અમારા ઘરમાં અને એ પણ અભયની નજર સામે તારા મામાના દીકરાએ એક માસૂમ સાથે ગેરવર્તાવ કર્યો છે. આ વાત માટે એ કયારેય માફી માગશે નહીં. તમે લોકો અહીંથી જઈ શકો છો.
અનિકા, ચાલ હવે! બહુ થયુ. આમને આમ ક્યાં સુઘી આપણું અપમાન સહન કરીશું.
સ્વરાને નીચું માથું રાખીને ધ્રુસકા ભરી રહી હતી. આ જોઈને અનિકાને ખૂબ જ ગુસ્સો આવ્યો, એની પાસે આવીને સ્વરાને ગુસ્સે થઈ થપ્પડ મારી કહ્યું: કેવી બેશરમ થઈ અહીં ઊભી રહી છે. આની જવાબદાર તું જ છે. અમારી સગાઈને માતમમાં ફેરવી દીધી. મારા સપના ચૂર ચૂર કરી દીધાં. મનહુસ જ્યાં જાય ત્યાં ઉદાસી છવાય છે. ચલો ડેડી, આ ઘરમાં જ નહીં આવતી કાલથી મારે નોકરી પણ નથી કરવી.
અનિકા, એક મિનિટ ઉભી રહે. અભય વતી હું માફી માગું છું.
મિસિસ રાજપૂત, અમે તમારા દાદી અને મિ. યશવર્ધન સાથેના સંબંધની મર્યાદા જાળવી છે. નહીંતર વળતો જવાબ આપતા અમને પણ આવડે છે. હું મારી દીકરીને એક મિનિટ પણ રોકાવા નહીં દઉં. જ્યાં અમારું અપમાન થાય, એ ઘરનું પાણી પણ ઝેર સમાન છે. હું ત્યાં મારી દીકરીનું કન્યાદાન કરીશ તો દુનિયા મને પાગલ ગણશે. જ્યાં માન ના હોય ત્યાં રોકાવું મૃત્યુ સમાન છે. તમે અમને માફ કરજો.
અભયની મમ્મીએ સમાધાન કરવાના હેતુથી કહ્યું: “તમે ગુસ્સો નહીં કરો, હું અભયને સમજાવીશ. એણે મારી વાત માનવી જ પડશે.
પહેલા તમે અમારી વાત માનો. આ મનહુસને કહો કે એ અનુ પાસે માફી માંગે અને જેવી રીતે આરવને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો એવી જ રીતે એને બહાર કાઢી મૂકો. આમ જોવા જઈએ તો એ ફક્ત એક એમ્પ્લોય છે અને અમે તમારા થનાર વેવાઈ. સંબંધને માન હોવું જોઈએ.
સગાઈ કે લગ્ન તૂટવા માટે કોઈ એક જવાબદાર નથી હોતું. બંને વ્યક્તિ જવાબદાર હોય છે. સ્વરાનો કોઈ વાંક નથી. તમે આરવની ભૂલ સ્વીકારી લો. તો હું અભયને સમજાવીશ. આ મારું વચન છે. અનિકા આ ધરની વહુ બનશે એવી મારી દિલી ઈચ્છા છે. તમે અમારા મહેમાનનું માન રાખો અને અમે તમારા મહેમાનનું માન રાખીશું.
હું વચન વાયદામાં નથી માનતો. કારણ કે વચન અને વાયદા તોડવા માટે જ હોય છે. બીજુ કે માન માંગવાથી નથી મળતું.
આરવ ,માફી નહીં માંગશે. જે થયુ છે એ આ સ્વરાને કારણે થયું છે. આટલુ સજીધજી અહીંયા શા માટે આવી?
યશોદા વહુએ બે હાથ જોડી કહ્યું: “હું માફી માગું છું. તું તો સમજી જા.
બસ, કરો યશોદા વહુ! લગ્ન કે સગાઈ રમત નથી. એક વખત અભયે કહી દીધું કે સગાઈ નથી કરવી. તો તું અને હું એની સાથે જબરજસ્તી નહીં કરી શકીએ. બળપૂર્વક કરેલા લગ્ન આજીવન તકતા નથી. હું અભયનું મન સમજી શકું છું. એટલે એ લોકોને જવા દો. એમાં જ બધાની ભલાઈ છે.
માસા, આ વખતે હું તમારી વાત નહીં માનીશ. તમે મારા અને અભય વચ્ચે નહીં આવો.
તું અભયની જિંદગી વચ્ચે આવી રહી છે. એક વખત વાર્તા અને પૂર્ણવિરામ મુકાઈ ગયું છે તો ફરીથી લંબાવામાં કોઈ મજા નથી.
આ સાંભળીને મહાજન પરિવાર ધુઆપૂઆ થઈને જતો રહ્યો.
માસા, આ તમે સારું નહીં કર્યું. વાત સંભાળી શકાતી હતી.
એક વખત સંબંધમાં આવેલી ગૂંચ કે ગૂંચવણ આસાનીથી કાઢી શકાતી નથી. સંબંધોમાં વારંવાર ગુચવાવું એના કરતા એ સંબધને કાતર મુકી દેવામાં જ મજા છે. જ્યારે અભય રાજી થશે ત્યારે જ એની સગાઈ થશે. આ મારો આદેશ છે.
માસા મારી એક જ ઈચ્છા છે કે અભયના લગ્ન થઈ જાય. યશોદા વહુ રડતાં રડતાં માસાને ભેટી પડ્યા. માસાની આંખોમાં પણ નમી આવી. એમની ભીની નજર દરવાજા પર પડી. આથી તેમણે પોતાના ડ્રાઇવરને બૂમ પાડી કહ્યું: “રામસીંગ કાકા, સ્વરાને સહી સલામત ધરે મુકી આવો. જોજો એને કોઇ પણ તકલીફ નહીં થાય.
દાદી, હું જતી રહીશ.
મોડી રાત્રે દીકરી એકલી જાય તો સમાજ વાતો કરે છે. મારી વાત માની લે. આ વખતે જતી રહે.
********
અભય, વિચારોમાં ખોવાયો હતો. એના હાથમાંના ફોટાને ધારી ધારીને જોતો હતો. એની મમ્મી આવીને તેની પાસે બેસી એનો પણ ખ્યાલ નહોતો.
તેઓ એનું ધ્યાન ભંગ કરતા કહ્યું: “ક્યાં સુધી ફોટો જોયા કરીશ?”
મમ્મી, તમે!
તેમણે ફોટો પોતાનાં હાથમાં લઈને કહ્યું: “મારો દીકરો કેટલાં વિચારોમાં ગુમ છે કે તેણે પોતાની બાજુમાં આવીને બેઠેલી મમ્મી પણ દેખાતી નથી.”
ખૂબ સુંદર ફોટો છે. ક્યાં સુધી સાચવી રાખશે? જ્યાં સુધી એને યાદ કરશે ત્યાં સુધી તુ દુઃખી થશે. નવી યાદો બનાવવા માટે હ્રદયના દુઃખો ભૂલવા પડે.
મમ્મી, જો નવી યાદો માટે મધુને ભુલી જવું પડે તો જુની યાદો જ સારી છે.
જે દગો આપી જાય એવા સાથને છોડી દેવામાં જ મજા છે.
પોતાના લોકો દગો આપે તો શું કરવું? એ તો પારકી હતી.
મને કંઈ સમજાયું નહીં!
“મને ખબર પડી ગઈ હતી કે દાદીએ સગાઈ માટે નાટક કર્યું હતું.” તેણે ફોટો કબાટમાં મુકતા કહ્યું.
“પોતાના તારું ભલું ઈચ્છતા હતા એટલે જૂઠું બોલ્યા.” દાદીએ અંદર આવતા કહ્યું.
“દાદી, જૂઠ તો જૂઠ કહેવાય છે. એક નાટક તમે કર્યું અને એક નાટક મેં કર્યું. વાર્તા પૂરી.”
“તારા લીધે એક માસુમનું દિલ દુખ્યું છે.”
કોણ માસુમ? કોની વાત કરો છો?”
“અનીકાની બીજા કોની વાત કરીએ?
એ કોઈ માસૂમ નથી. એક નંબરની નાટકબાજ અને ચાલબાજ છે. આ તો તમારી ખુશીને કારણે હું એની સાથે સગાઈ કરવા તૈયાર થયો એ તો સારું થયું કે સ્વરાને લીધે સગાઈ માંથી બચી ગયો. પણ સ્વીટહાર્ટ, હું તારાથી નારાજ છું. તે બીમારીનું જૂઠું નાટક કર્યું. બાળપણમાં તમે જ કથા સંભળાવી હતી કે જૂઠું બોલવું જોઈએ નહીં. ક્યારેય પરિસ્થિતિ એવી આવી જાય છે કે આપણે સાચું બોલીએ તો પણ એ જૂઠું લાગે.
સોરી દીકરા, આજે પણ મારી છેલ્લી ઈચ્છા તારા લગ્ન જોવાની જ છે.
દાદી, મધુ પછી મને કોઇ એવું મળ્યુ જ નથી કે એનો મારા દિલમાં સમાવેશ થઈ શકે.
“મધુ, મધુ, મધુ…માસા રહેવા દો. ભેંસ આગળ ભાગવત વાંચવાનો કોઈ મતલબ નથી.” એટલું કહી તેની મમ્મી નારાજ થઈ જતાં રહ્યાં.
મમ્મીને નારાજ કરી દીધી.
મમ્મી સમજતા જ નથી. હું મમ્મીને બીજા લગ્ન કરવા કહું તો એ કરશે?
અભય, તું પાગલ છે. સગાઈ કરવી નહીં કરવી તારી મરજીની વાત છે. તારા પપ્પા માટે તારી મમ્મીના દિલમાં પણ કેટલી બધી યાદો હશે! જિંદગીના ત્રણ દશક સાથે ચાલ્યા છે તો જિંદગી જીવવા એટલી યાદો પૂરતી હોય છે. વળી, તારા રૂપમાં એના જીવનમાં દિવો બળે છે. એની પણ એવી ઈચ્છા છે કે એના પછી તારા જીવનમાં કોઈ હોય જે બીલકુલ એની જેમ જ તારી કાળજી રાખે.
એવામાં જોરદાર અવાજ સંભળાયો અભય અને દાદી દોડીને બહાર આવ્યાં. જોયું તો..
ક્રમશઃ બીજા ભાગમાં જલ્દી મળીશું…
Like share support subscribe and comments also..
Radhe Radhe
Jay shree Krishna

Leave a comment