કર્મની ગતિ ગહન છે
(કાવ્ય ગોષ્ઠી)
કાલ બધાં……. સાથે હતાં.!
આજ સાથે…… કોઈ નથી..?
કાલ હું………… સૌને ગમતો હતો.!
આજે સૌ,……… નફરત કરતાં થયા.!?
સમયે મને…… …….કહીં ‘દીધું …
તું પહોંચ્યો છું………… પ્રોઢ અવસ્થાએ.
પ્રોઢ ની ઘરમાં……….’કોઈ કિંમત હોતી નથી’..!!
ઘરની ઓરડીમાં……….. પડી રહેજે.
ખાવાનું મળે તો…………… ખાઈ લેજે ,
ના મળે તો………………. ભૂખ્યો રહેજે.
પાણી મળે તો….. ……..પી લેજે, વત્સ,
એ પણ ના મળે તો …… મને યાદ કરજે.
મારી યાદથી……………. તું તૃપ્ત થઈશ,
મારી યાદથી……………..તને શાંતિ મળશે.
જેનો કોઈ નથી જગતમાં,
એનો હું પિતા મિત્ર પાલનહાર છું.
જે હું કરું…….. …..એ, કોઈ નાં કરે ,
મારું નામ………… ‘શિવ ભગવાન છે’.
મને એ જ આત્મન ઓળખી શકે ,
જે પવિત્ર રહી યોગી બની મને યાદ કરે.
કર્મ કર્મનું કામ……. કર્યા કરે,
પ્રાયશ્ચિત કરીને………. ભોગવી લેજે.
ચિંત ન કરતો તું…… તારું કોઈ કેમ નથી,
હું તારી…….. પડખે જ ઉભો છું વત્સ.
દોષ ન આપતો………..કોઈ આત્માન ને,
કર્મની ગતિ,ગહન છે વત્સ, એ જાણી લેજે.
ડૉક્ટર કનૈયાલાલ માલી ઉત્સવ
Spiritual writer
Email ID utsav.writer@gmail.com
Mo NO 9913484546
Ahmedabad
Leave a comment