શીર્ષક:- ઘર દીવડી
ઘરની પરસાળમાં બેઠેલા મહેશભાઈ અને રેખાબેનપર જાણે કે આભ તૂટી પડ્યું. પોતાનો એકનો એક, જુવાનજોધ દીકરો કરણ કોરોનાનાં ખપ્પરમાં આમ હોમાઈ જશે એવું એમણે વિચાર્યું નહોતું. ભલા કયા મા-બાપ પોતાનાં દીકરા માટે આવું વિચારી શકે? “રામ જાણે, આ કાળમુખી કોરોના હજી કેટલાં પરિવારોને છિન્ન ભિન્ન કરશે? હે પ્રભુ તું અમને લઈ લેત તો તને શું વાંધો હતો? મારો દીકરો હજી તો પાંચ વર્ષ પહેલાં વાજતે ગાજતે પરણીને સુખી લગ્ન જીવનની શરૂઆત કરી. તેં એની બે વર્ષની દીકરી ઉપર પણ મહેર ના કરી! હે પ્રભુ, તું આટલો ક્રૂર શી રીતે બની શકે?”બંને આંખેથી વહેતી અશ્રુધારા, કરણની મૃત્યુનાં એક મહિના પછી પણ વહેતી જ રહેતી.
બીજી તરફ પોતાનાં પતિ સાથે વિતાવેલા પાંચ વર્ષની સુખદ પળો નીમિતાને પળે પળે રંજાડતી હતી. સવારની ચા પીતાં, છાપું વાંચતા, રસોઈ બનાવતી વખતે- એમ દરેક ક્ષણે પોતાનાં સાથીની યાદ તેની આંખોમાંથી વહી જતી. જમવાનું તો જાણે એણે છોડી જ દીધું ! જમવાનો પહેલો કોળિયો કરણ જ એને ખવડાવે. સાંજે 6 વાગ્યે એટલે રોજની ટેવ મુજબ તે આજે પણ ઘરની બાલ્કનીમાં અનાયાસે આવીને ઊભી રહી જતી. કરણની પ્રતીક્ષામાં વિહવળ આંખો કરણ નથી આવવાનો એ નિરાશા સાથે રાતે ઢળી જતી. નાનકડી “યાશી” નીમિતાનાં જીવનનું અંતિમ કારણ હતી. સાસુ સસરા નીમિતાને પોતાની દીકરીની જેમ જ સાચવતાં પણ કુદરતનાં વજ્રઘાત સામે સાસુ સસરા અને નીમિતા ત્રણે પોતપોતાને સ્વસ્થ રાખવાનો નિષ્ફળ પ્રયત્નો દરરોજ કરતાં રહેતાં.
કરણની સારવારમાં ભેગી કરેલી રહી સહી બચત ખલાસ થઈ ગઈ. હવે પરિવારનું ભરણપોષણ શી રીતે કરવું એની ચિંતામાં મહેશભાઈએ કોઈક નોકરી શોધવાનું નક્કી કર્યું. છેલ્લાં એક અઠવાડિયાથી તેઓ સવારે તૈયાર થઈને ઘરેથી નીકળી જતાં અને સાંજે નિરાશ ચહેરે પાછા ફરતાં. નીમિતા સમજી ગઈ કે પપ્પાનાં મનમાં કંઈક ગડમથલ ચાલી રહી છે. બીજી સવારે પણ મહેશભાઈ તૈયાર થયા ત્યાં નીમિતા આવી અને કહ્યું “પપ્પા, ભલે તમારો કરણરૂપી દીપક બુઝાઈ ગયો.
✍️નામ:- રેશ્મા પટેલ “રેશમ”
સુરત
Leave a comment