મનેઆપ…..                                             

હું મારાંમાં જ મસ્ત રહું તેવી શાન મને આપ,
હું કોઈને માટે ત્રસ્ત ન રહું તેવું વરદાન મને આપ,                                               

હું સાચાંની વાતને સ્વીકારું અને ખોટાંની વાતને ન સ્વીકારું તેવું જ્ઞાન મને આપ,
મેં કરેલ સારાં કાર્યનું પ્રમાણિક માન મને આપ,                                                    મારી જવાબદારી નિભાવ્યા પછી બીજા જરુરિયાત મંદની જરુરિયાત મારા શોખ પુરા કર્યાં પહેલા હું પુરી કરી શકું તેવું અંતરમાં ધ્યાન મને આપ.           
દિવસ દરમ્યાન કશું જ ખોટું નથી કર્યું તેનો આનંદ મને આપ,
ખાટલામાં પડ્યા વેંત આવી જાય તેવી ઊંઘ મને આપ.  

         
જીતેન્દ્ર શાહ “સુકાન્ત” (અમદાવાદ)

Leave a comment