માણો પળ નિવૃત્તિની
માણો પળ નિવૃત્તિની,
મળ્યો છે સાથ સમય તણો,
નથી કોઈ પળ વેડફી, રહ્યાં પ્રવૃતિમય,
હવે કરો ઉપયોગ એ અનુભવ તણો.
શરીર પાસેથી, લીધું કામ મશીન જેવું,
હવે, કરાવો અનુભવ તેને આરામ તણો,
ઊંધો મસ્તીથી, અનિંદ્રાને માત આપી,
છોડો બાંધેલ છેડો સપનાની ગાંસડી તણો.
ભૂલો ભૂતકાળને, છે અહીં તહીં વેરાયેલો,
શોધી લો સાચો છેડો, કૌટુંબિક સંબંધ તણો,
ન રજાની ચિંતા, ન કોઈ ટાર્ગેટની છે ચિંતા,
બસ, હરો ફરો ને બનાવો, સમયને મસ્તી તણો
ગયેલો સમય, પાછો નહીં મળે હવે તમને,
બસ હવે તો બાકી રહ્યો, સમય મુસ્કુરાવાનો.
માણો પળ નિવૃત્તિની, મળ્યો છે સાથ સમય તણો.
નરેન્દ્ર ત્રિવેદી (ભાવનગર-ગુજરાત)
nkt7848@gmail.com
9429234243
Leave a comment