રાખજો


ભમરા અને પતંગિયાની જેમ ફરવાનું રાખજો,
ફૂલોની જેમ મહેકવું છે તો મળવાનું રાખજો.

તમારી સાથે પ્રેમથી વિહરવાનું રાખજો,
સપનામાં આવીને જગાડવાનું રાખજો.

વ્હાલ ભર્યા અમે હવે થોડું સ્નેહથી છલકાવાનું રાખજો,
થોડી શરારત કરી,ફરી પ્રેમમાં પડવાનું રાખજો.

બેહકી ન જવાય આમ થોડું વળવાનું રાખજો,
પછી મનાવીને થોડું મલકાવાનું રાખજો.

પ્રેમનો દરિયો ઉછળ્યો થોડો કિનારા વચ્ચે રાખજો,
જીવનની સંધ્યા ન ડૂબે, પ્રેમથી છલકાવાનું રાખજો.


જયશ્રી વાઘેલા (મુંબઈ)

Leave a comment