નથી હોતી…
એક અજાણી અનુભૂતિ નો અહેસાસ નથી હોતો,
રોજની સવાર સરખી નથી હોતી.
દરિયા તણી તારી વાતોમાં એકરારની વાતો નથી હોતી,
પાંપણ ભીની ભીનાશ, હર એક ઝાકળ નથી હોતી.
દૂર છુપાયેલા તારામાં એક ચાંદમાં ચાંદની નથી હોતી,
રાત ખાલી ને બેકરાર સપના વિનાની સવાર નથી હોતી.
આજ જિંદગીનો હિસાબ બેમિસાલ નથી હોતો,
સમી સાંજની વિરહમાં વાતો નથી હોતી.
જયશ્રી વાઘેલા (મુંબઈ)
Leave a comment