” માં “
લાડ અને પ્રેમ ગણતરી વગરનો જે કરે,
રોટલી પણ એક માંગતા બે જ મળે,
કેમકે, માં ને ગણતરી ક્યાં આવડે છે?
સુખ હોય તો સ્નેહ મળે, દુઃખમાં હિમ્મત મળે,
પાલવ તો માં નો કોમ્બો પેક, જે બારેમાસ મળે,
માં તેની વાત મનમાં જ રાખે, એને જતાવતા ક્યાં આવડે છે?
ગમેતેવી ફાઈવસ્ટાર હોટલમાં જમીને આવીએ,
સંતોષનો ઓડકાર તો માં ના હાથમાંથી જ મળે,
પણ, માં ને એ શ્રેય લેતા ક્યાં આવડે છે?
ટિફિન પુરુ ના થાય તો ધમકાવી દે,
બાળકના સારા માટે ખોટું પણ બોલી દે,
દુનિયાની સામે લડી પણ જાય, એને દેખાડો કરતા ક્યાં આવડે છે?
દવા કરતા જેની દુઆ જલ્દી અસર કરી જાય, વ્હાલા,
ગુગલના ટેક્નિકલ યુગમાં પણ બધા ઉકેલ માં પાસેથી મળતા,
કેમકે, એ તો માં છે જેને બધી ખબર છે, જેને બધું આવડે છે!
એના માટે શું હું લખું, જેને મારાં નામમાં પ્રાણ લખ્યા,
મરણના તો ઘણાં સાંભળ્યા પણ જન્મના રસ્તા ના જડ્યા,
” માં તે માં ” બસ, મને તો આટલુ જ આવડે છે.
તન્વી શુક્લ
નડિયાદ
Leave a comment