મારે બનવું છે…..                                    મારે ઝરણાં સમ કુટુંબ નું તરણું બનવું છે,
તેને જરુર પડતી આવકનું ભરણું બનવું છે.
ભૂલથી થતાં ખોટા કામોનું મારે ગળણું બનવું છે,
બધાયે સભ્યો ની મહેનત ની ઈંટો થી મારે મારા ઘર ને ચણવું છે.
મારા માટે તેની શું છે ભાવના તે જાણવા મારે તેના દિલ ને મળવું છે.
કુટુંબ નાં સભ્યો એકબીજા ને નડે નહીં અને સડે નહીં તેવું મારે શરણું બનવું છે. કુટુંબ ની આવક માંથી જાવક બાદ કરીએ ને બચત થાય તેવું દળણું દળવું  છે.
કુટુંબ ની બચત માંથી વીસ ટકા નાણું જરુરિયાતમંદ લોકો માટે ખરચવા મારે નાણું ગણવું છે.

જીતેન્દ્ર શાહ “સુકાન્ત” (અમદાવાદ)

Leave a comment