*“માર્ગ જડશે કોઈ,”*
ખુદ જાણવા નીકળ્યો છું, માર્ગ જડશે કોઈ,
ખુદને નથી જાણતાં જ્યાં, મને મળશે કોઈ.
સબંધોની ગાંઠને ઉકેલી, બાંધવા બેઠો છું,
ભ્રમ નહીં, સબંઘોનું સત્ય ઓગાળશે કોઈ.
અવાજમાં તિરાડો પડી, કોયલનાં ટહુકે,
તિરાડમાં ફૂટતી કૂંપળો, કુંપળશે કોઈ.
મંદિરોમાં ભીડ છે ત્યાં, દર્શનાર્થે ઈશ્વરનાં,
ભ્રમ કે સત્યમાં, સાચો ભક્ત અથડાશે કોઈ.
જંગલોના ઝાડો કાપવાં, કહેવુ જનકાજે,
ડાળી, વૃક્ષોની વ્યથા માટે, કૈ વિચારશે કોઈ.
નરેન્દ્ર ત્રિવેદી (ભાવનગર-ગુજરાત)
*Nkt7848@gmail.com*
*9429234243*
Leave a comment