સંસ્કાર સંસ્કરણ
સંસ્કાર સંસ્કરણ ઘડતર એવાં કરીએ,
બાળકનાં આપણે દીવાદાંડી બનીએ.
ગર્ભ સંસ્કાર જેવું કોઈ સંસ્કાર નથી,
ગર્ભ સંસ્કારથી જીવાત્મા મહાન બને છે.
હોય સંસ્કાર આધ્યાત્મિક જીવનમાં…
બાળક કે,’દી જીવનમાં પતિત નાં બને.
બાળક કે, ‘દી જીવનમાં આતંકી ન બને,
તે યોગી બને, પવિત્ર બને, શિષ્ટાચારી બને…
આપીએ બાળકને આધ્યાત્મિક સંસ્કાર,
મા બાપને ઘરડા ઘરમાં આશ્રય લેવો ન પડે.
આધ્યાત્મિક જ્ઞાન જેવી કોઈ પુંજી નથી,
આધ્યાત્મિક જ્ઞાનની પુંજી આપીએ બાળકન.
બાળક બંને રાજઋષિ અને ગૌતમ બુદ્ધ,
અને બને પુરુષોત્તમ શ્રી કૃષ્ણ જેવો…
ડો. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’
Spiritual writer
Email ID utsav.writer@gmail.com
Mo:-9913484546
Ahmedabad
Leave a comment