સમય ની ચાલ…..                         

આપણાં જીવન નાં જિંદગીભર નાં ઘડતર ને કાંતે છે સમય,
તમે સાચાં હોવ તો તમારી સાથે ચાલે છે સમય,                                                    તમે ખોટા હોવ તો તમારી સાથે આડો ફાટે છે સમય,
તમારા માં જે બેસ્ટ હોય તે સામે વાળા ને આપો છો તો તમને સેલ્ચુટ કરે છે સમય,
જે વેસ્ટ હોય તે સામેવાળાને આપો છો તો તમારાથી દૂર ભાગે છે સમય.
કુટુંબ ની જરુરિયાત ને શોખ પુરા કરો તો તમારો હાથ પકડે છે સમય,
અને ના પુરા કરો તો તમારો સાથ અને હાથ છોડે છે સમય.
તમે જો દુનીયા માટે સારા હોવ તો તમારી સાથે ને સાથે રહે છે સમય,
અને સારા ન હોવ તો સો કોશ દુર ભાગે છે સમય.

જીતેન્દ્ર શાહ “સુકાન્ત” (અમદાવાદ)
આવતા ગુરુવાર ૨૨/૦૫/૨૫ માટે ની રચના

Leave a comment