હોવું જ જોઈએ
હા, એવું એક જણ તો હોવું જ જોઈએ,
જે આદિ, મધ્ય અને અંત સુધી તમારું હોવું જોઈએ.
બદલાતો રહે સમય ભલે પણ,
દરેક સ્થિતિમાં એ તમારી સંગ હોવું જોઈએ.
જ્યારે એ પૂછે “કેમ છે?”
“નથી સારું”- એવું સાચેસાચું એની સામે બોલાવું જોઈએ.
ચિંતાનું પોટલું એની સામે તો ખોલાવું જ જોઈએ.
દુનિયાની સામે ભલે જેવાં હોવ એવાં,
પણ એની સામે તો મૂળ સ્વરૂપે વ્યક્ત થવાવું જોઈએ.
સાલું, આવડી મોટી દુનિયામાં “રેશમ”,
એક જણ તો એવું હોવું જ જોઈએ
––––––
રેશ્મા પટેલ “રેશમ”
સુરત
Leave a comment