The cosmic connection સ્વરાભય ભાગ 8

તે માથે હાથ ફેરવીને મનમાં હસ્યો. એક ઝલક જોઈ છે માયાની ને આ હાલ છે. હકીકતમાં મળશે તો શું થશે? ઘડિયાળમાં નજર કરી તો નવ વાગ્યા.. ઓહ… નો! ખૂબ જ મોડું થઈ ગયું છે.

કેટલું વિચિત્ર કહેવાય કે બંનેને એક જેવું સપનું આવ્યું. આવ્યું તો આવ્યું પણ બંનેની ઊંઘ  સપનાને કારણે જ ઉડી ગઈ. માયા એ ફક્ત સપનાનું પાત્ર જ હશે કે પછી આવનાર સમયની કોઈ કડી હશે! એ તો રામ જાણે… પણ કિસ્મત જેણે મેળવવા માંગતી હોય, એને કોઈપણ હિસાબે મળીને જ રહે છે. એવી જ રીતે અભય અને સ્વરા પણ કિસ્મતના જ મહોરા હતા અને બંને આવનારા સમયથી અજાણ્યા હતાં. આમેય, સમયની ચાલ સમજવી ખૂબ જ અઘરી હોય છે.

દાદી અને મમ્મીને સુતા જોઈને અભય હળવે પગલે હોસ્પિટલ રૂમની બહાર નીકળવા થઈ રહ્યો હતો. ત્યાં ડોક્ટર પરમને આવતા જોઈ થોભી ગયો.

હું તમને મળવા જ આવતો હતો. મમ્મીને આખી રાત કમર અને પગમાં દુઃખાવો રહ્યો હતો.

તમારા મમ્મીનાં રિપોર્ટ અનુસાર દાદર પરથી પડી જવાને કારણે તેમની કરોડરજ્જુ પર દબાણ આવ્યું છે અને પગમાં ક્રેક આવી છે. ત્રણ મહિના સુધીનો કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવો પડશે. દુખાવો તો રહેશે જ. એકબે અઠવાડિયા પછી રજા આપી દઈશ.

બીજી તરફ સ્વરા પણ ઓફિસ પહોંચી ગઈ હતી. ઓફિસનો આખો સ્ટાફ તેને આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. એ ઇગ્નોર કરીને ફટાફટ એની જગ્યાએ આવી બેસી ગઈ.

આરતી અચકાતા અચકાતા બોલી, “સ્વરા, હું કાલે સરની સગાઈમાં નહીં આવી શકી. એટલે સાચું મને ખબર નથી. ગઈકાલે શું થયું હતું? સ્ટાફ અફવા ઉડાવે છે. તારું નામ અભય સરની સાથે જોડી રહ્યા છે. એક રાતમાં એવું તે શું થયું કે તેમણે અનિકા સાથે સગાઈ કરવાની ના પાડી દીધી!

હજાર મોઢાની હજાર વાતો હોય! જેને જે બોલવું હોય એ બોલ્યા કરે. ઇન્ફેકટ અભયસરે, ગઈકાલે મને દેવદૂત બની મદદ કરી છે. બાકી પ્રેમનાં નામે રમત રમવા તો ઘણા આવે. આરવે ગઈકાલે મને ઓફર આપી કે આપણે લોકોથી છુપાઈને સંબંઘ રાખી શકીએ છીએ.

વ્હોટ…?

તે શું કીધું?

અભયસરે અમારી વાત સાંભળી લીઘી. આરવને કોલર પકડી બહાર કાઢી મૂક્યો. આ કારણે અનિકાએ અભય સરને માફી માંગવાનું કીધું.  પણ તેમણે તો સગાઈ કરવાની જ ના પાડી હતી. ત્યાં હાજર બધા મને દોષ આપતા હતા. અનિકાએ પણ મને દોષી ઠેરવી ને તમાચો માર્યો હતો. મારી સાથે મિસબિહેવ કર્યો હતો. એ બંને વાતચીત કરી રહ્યા હતા. ત્યાં તો વાવાઝોડાની જેમ અનિકા આવી પહોંચી. એ સીધી ઓફિસમાં ગઈ. અગિયાર વાગ્યા હજું પણ અભય કેમ આવ્યો નથી? એમ કહી તેણે અભયને કોલ કર્યો. અભયે કોલ કટ કર્યો.

“તેણે બીજી વખત કોલ કર્યો.”

“ફરીથી તેણે કોલ કટ કર્યો.”

ધૂઆપુઆ થઈને એ બહાર આવી. સ્વરાનો હાથ બાવરેથી પકડી કહ્યું, “મિસ લો ક્લાસ, અભય કેમ આવ્યો નથી?”

“મને શું ખબર?” એનો હાથ ઝટકતા સ્વરા બોલી.

“મને એટીટ્યુડ બતાવે છે? તારો કલાસ શું છે?” એમ કહી તે સ્વરાને થપ્પડ મારવા જતી હતી.

આ વખતે સ્વરાએ એનો હાથ પકડી જોર જોરથી ઝાટકતા કહ્યું, “આજ સુધી મારા માબાપે મને માર્યું નથી. તું મારવા વાળી કોણ છે? બીજી વખત હાથ ઉઠાવ્યો છે તો હાથ તોડીને હાથમાં આપી દઈશ. મને મારો ક્લાસ પૂછે છે, તું તારું જો. તારો કલાસ શું છે? આ ઓફિસ છે અને અહીં બધા જ સરખા છીએ.

અનિકાએ ચપટી વગાડીને આંગળી બતાવતા કહ્યું, “એક અઠવાડિયું… હું તને એક અઠવાડિયામાં નોકરી છોડવા પર મજબૂર કરી દઈશ. યાદ રાખજે. પછી, તેણે ગુસ્સે થઈ અભયને કોલ કર્યો.”

અભયે ફરીથી ફોન કટ કરી સ્વરાને કોલ કર્યો. સ્વરાએ કોલ રિસિવ કરી કહ્યું, “ગુડ મોર્નિંગ સર.

ગુડ મોર્નિંગ… મને આવતાં લેટ થશે. કોઈ મિટિંગ ફિક્સ કરે તો સાંજની કરજે.

સર, એની પ્રોબ્લમ..

હા, મમ્મીને એડમીટ કર્યાં છે. મને એટલે લેટ થશે. તું ઓફિસ સંભાળી લેજે. કોઈ ઈમરજન્સી હોય તો કોલ કરજે.

ડોન્ટવરી સર, હું સંભાળી લઈશ.

પ્રોજેક્ટ જેસલમેરની પીડીએફ સ્ટડી કરી લેજે. ઓફિસના દરેક ઈમ્પોર્ટન્ટ કોલ મને ટ્રાન્સફર કરી દેજે. હું ઓફિસ વર્ક અહીંથી જ સંભાળી લઈશ.

“સર, હું જાણી શકું કે મેડમ કંઈ હોસ્પિટલમાં છે?”

લોકેશન સેન્ડ કરું છું. 

થેન્ક્યુ.. મેડમનો ખ્યાલ રાખજો.

એ વાત કરી રહી હતી, ત્યાં અચાનક એના હાથમાંથી અનીકાએ ફોન ખેંચી લીધો અને ગુસ્સે થઈ અભયને કહ્યું, “આ ગવારને સામેથી ફોન કરે છે. મારો ફોન કેમ રિસિવ કરતો નથી?”

અનિકાનો અવાજ સાંભળી તેણે ફોન કટ કર્યો. આથી ઉશ્કેરાઇને તેણે જોરથી ફોન જમીન પર ફેંક્યો.

સ્વરાએ ગુસ્સે થઈ ફોન ઉંચકતા કહ્યું, ઈનઅફ ઈઝ ઈનઅફ… તારા ગુસ્સાને કાબૂમાં રાખ. સાંજે સર આવશે, તારે જે કંઈ પણ કહેવું હોય ત્યારે કહેજે. હાલ, તું અહીંથી જઈ શકે છે.

સ્વરાએ આંખના આંસુ લૂછતાં મોબાઇલ સ્વીચ ઓન કર્યો. નસીબ જોગે મોબાઈલ ચાલુ થઈ ગયો. પણ એની ડિસ્પ્લેમાં ક્રેક થઈ ગઈ હતી.

અભયે ઓફિસના નંબર પર ફરીથી કોલ કર્યો. આઈ એમ સોરી… હું ઓફિસમાં નથી ને તારે અનિકાનો ગુસ્સો સહન કરવો પડે છે.

આઈ વિલ મેનેજ..

ગુડ… એજ ઉમ્મીદ હતી.

તમે ચિંતા નહીં કરો. હું સંભાળી લઈશ.

“તું મેચ્યોર છે એટલે જરૂર સંભાળી લેશે.” એમ કહી તેણે ફોન કટ કર્યો.

જે ઓફિસ સંભાળી શકે છે, એ ઘર પણ સંભાળી શકે છે. મને તો જ્યારે એ પહેલી વખત મંદિરે  મળી હતી, ત્યારની જ પસંદ છે. સાદગી, સરળતા અને શાંત સ્વભાવ. આજના જમાનામાં આવી છોકરી મળવી અશક્ય છે. ઘર ઓફિસ અને તને પણ સંભાળી શકે છે. એ બધા ગુણ એનામાં છે જે આપણા ધરની વહુમાં હોય. આ જમાનામા સ્વરા જેવી છોકરી મળવી મુશ્કેલ છે.

“દાદી, ક્યાંની વાત ક્યાં લઈ જાઓ છો?”

“અરે, હું તો એવું કહેવા માગું છું કે જ્યાં જશે ત્યાંના બધા સુખી થશે.  એના પગરવ જ્યાં પણ પડશે, એ લોકો ખૂબ જ ભાગ્યશાળી હશે. મને તો એ સાક્ષાત લક્ષ્મીનું રૂપ લાગે છે. તું શું સમજ્યો?”

કંઈ નહીં!

કંઈ નહીં તો કંઇક વિચાર. સારી છોકરી છે.

સ્વીટહાર્ટ,  તમને તો બધી જ છોકરીઓ ગમે છે. પહેલાં અનીકા હવે સ્વરા પણ ગમે છે. કાલ ઉઠીને કોઈ બીજી છોકરી જોશો તો એ પણ તમને ગમતી જ હશે.

હવે તને પસંદ નથી આવતી. તો હું તને મદદ કરુ છું. આજે મદદ કરવાનો જમાનો નથી. એક વખત વિચારી જોજે.

શું?

દાદીએ કપાળે હથેળી મારી કહ્યું: “ભેંસ આગળ ભાગવત. આપણે કંઈ વાત કરીએ છીએ?

દાદી, મધુ.. તમને ખબર છે ને મધુને ભૂલવું અશક્ય છે.

કોઇ લાગણી બતાવે તો ખાલી જગ્યા પૂરાઈ જાય છે. લાગણી ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ જાય એ ખબર પડતી નથી. મારી અનુભવી નજર કહે છે કે જ્યારે તને એવું કોઇ મળશે તો પ્રેમ એની જાતે જ થઈ જશે. મધુની જગ્યા પૂરાઈ જશે અને ફરીથી તને જિંદગી જીવવા જેવી લાગશે. જિંદગીથી ફરી પ્રેમ થઈ જશે.  મને વિશ્વાસ છે એવું કોઈ તારા જીવનમાં જરૂર આવશે. બધુ ભુલી તું એના રંગમાં રંગાઈ જશે.

સ્વીટહાર્ટ, ઓવર એક્ટિંગની દુકાન લાગે છે.

હા, મારી વાતો તને ઓવર એક્ટિંગ લાગે છે. પણ એવું થશે તો તું દાદીને યાદ કરશે. એવુ કોઈ તો તારા જીવનમાં આવશે. મને વિશ્વાસ છે.

હાલ તો કોઈ ચાન્સ નથી. પછી ની વાત પછી…

ક્રમશઃ બીજા ભાગમાં જલ્દી મળીશું. 

Leave a comment