કોણ જાણે કેમ હવે મને તમારા વર્તનમાં પરિવર્તન લાગે છે
પહેલા માટીની મોંઘેરી ગાગર હતી હવે સ્ટીલનું બર્તન લાગે છે.
પહેલાં તમારો આવકાર મીઠો મધ જેવો લાગતો હતો,
તેમાં હવે થોડુંક ભજનનાં રાગમાં થોડુંક સ્વાર્થનું કિર્તન લાગે છે.
પહેલા તમારી ચાલ સીધે સીધી લાગતી હતી હવે તેમા થોડું નર્તન લાગે છે.
ઘણીવાર એકનાં એક વિચારોનું આવર્તન લાગે છે.
જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)
Nirmohi
05/06/25 THURSDAY
Leave a comment