જો તું નહીં મળે તો?
હું તારા થી હારી ગયો છું,
કેમકે હું તારા પર વારિ ગયો છું.
જીતી હું મેળવીશ શું?જો તું નહીં મળે તો?
હાથ કોના થામીશ હું,જો તું નહીં મળે તો?
સુખ ક્યાં પામીશ હું, જો તું નહીં મળે તો?
હર્ષ ક્યાં લાવીશ હું, જો તું નહીં મળે તો?
દિવસ ક્યાં ગુજારીશ હું,જો તું નહીં મળે તો? રાત ક્યાં વિતાવીશ હું,જો તું નહીં મળે તો? વર્ષો ક્યાં નિકાળીશ હું,જો તું નહીં મળે તો?
આન,બાન અને શાન થી ક્યાં જીવીશ હું ,જો તું નહીં મળે તો?
જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)
ગુરુવાર ૧૨/૦૬/૨૫ ની કાવ્યરચના
Leave a comment