તું છે ને


વસવસો ક્યાં રહ્યો હવે રેશમી ચાદર સમો તું છે ને,
કોઈ માને કે ના માને આપણી વચ્ચે હવે તું છે ને.

લાખ કોશિશ કરી બ્રહ્માંડે વરસવા મેઘ ધનુષ સમો તું છે ને,
શ્વાસે શ્વાસે તારું મારી સાથે ચાલવું ઇન્દ્ર ધનુષ સમો તું છે ને.

જિંદગીભર મેઘ સમો વર્ષા કરીશ મારી માટે તું છે ને,
ઉદાસીના વાદળ ફરકે નહીં એમ મેઘદૂત સમો તું છે ને.

ઘણા વર્ષો પછી મળ્યું કોઈ જેણે મોંઘમ આપી તું છે ને,
હું સાવ શૂન્ય સમાન પણ તીર સમાન તું છે ને.

શિખરે થી સાદ પાડું ડુંગર સમાન તું છે ને,
તાપ વિના પણ તું વર્ષતું વાદળ તું છે ને.
જયશ્રી વાઘેલા (મુંબઈ)

Leave a comment