તો શું કરવાનું?                                      

પુરી જિંદગી દોડધામ કરી બનાવેલ પૈસા ને  શું કરવાનું?
પૈસા ને લીધે આગળ-પાછળ ફરતાં સબંધો ને શું કરવાનું?
તે સબંધો તેમનાં મોજ-શોખ પુરાં કરવાં આપણો ઉપયોગ કરે તો શું કરવાનું?ઢળતી ઉંમરે કાન ની બહેરાશ આવે તો શું કરવાનું?
ચાલવા માં આવે પગ માં લંગડાઈ  તો શું કરવાનું?
આંખ માં આવે થોડી થોડી ઝાંખપ તો શું કરવાનું?
જિંદગીભર જે માંગ્યું તે બધું તેઓને આપ્યું,વાત હવે તેઓ ને આપવાંની આવે ને પીઠ ફેરવે.તો શું કરવાનું?                                                રાત-દિવસ મહેનત કરી ભરી આખી નોટબુક જિંદગી ની, હવે હાંશીયા માં ધકેલાઈ જાવ તો શું કરવાનું?               

જીતેન્દ્ર શાહ”સુકાન્ત” (અમદાવાદ)

Leave a comment