“બંધન”
બંધન તૂટે ના,
રિશ્તા યે છૂટે ના .
યે બાંધ જો તૂટ જાયેગા ,
રિશ્તા ભી સાથ મેં છૂટ જાયેગા.
ઈસ લિયે કહતી હું બંધન રહેને દો…
પ્રેમ હોય ત્યાં બંધન ગમે અને ધૃણા હોય ત્યાં બંધન બોજ લાગે. ગમતી વ્યક્તિનું વળગણ હોય ત્યાં સુધી તેની લાગણીથી બંધાઈ રહેવાની મજા છે. એ વળગણ જ જીવનનો આસ્વાદ છે. સ્વ અને સર્વસ્વની અનુભૂતિ છે. કોઈ વ્યક્તિ આપણી પર હક જટાવે, આપણને ખોટા હોઈએ તો બિંદાસ્ત રોકે અને ટોકે, આપણી કાળજી કરે, જરૂર પડ્યે ઠપકો પણ આપે એ બધું જ ગમે કારણ કે તેમાં પ્રેમની સર્વોપરિતા છે. પ્રેમનું બંધન છે. ફૂલ અને સુવાસ વચ્ચેનું બંધન છે જેમ.
પણ એનાથી વિપરીત, જ્યાં પ્રેમ નથી, જ્યાં બે વ્યક્તિ વચ્ચે લાગણી નથી કે નથી કોઈ ભાવાત્મક સંબંધ એવી પરિસ્થિતિમાં એક વ્યક્તિનું વર્તન બીજી વ્યક્તિની ખુશીનું બલિદાન આપતું બંધન બની જાય છે . એક કેદીને બેડીઓનું બંધન હોય જેમ.
તો હવે આપણે વિચારવું રહ્યું કે આપણે કેવું બંધન રચવું છે? કોઈ પણ સંબંધના ઉછેરમાં માવજત જરૂરી છે. માળી બગીચાની માવજત કરે છે એને સુંદર બનાવવા અને કસાઈ બકરાની માવજત કરે છે એને ઋષ્ટપુષ્ટ બનાવવા…. બંનેમાં અંતર છે.
——-
રેશ્મા પટેલ “રેશમ”
સુરત
Leave a comment