મીઠો મધુરો મેહુલો ને મીઠા એના નીર
ધરતી ની સાથે બાંધી એને જોને કેવી પ્રીત

વાત-વાતમાં ગરજે એ તો ને વાત-વાતમાં વરસાવે હેત,
ધરતીના છોરું કરે કિલ્લોલ, હૃદયમાં રાખી એના ગીત.
હાલનભેરું ગામડે જ્યાં વરશે લાગણીના નેહ કેરી રીત,
ઉઘાડા દિલે ઝીલીએ એ મેઘ ને, કરીએ કાગળની હોડી.

વનરાઈઓએ પહેરી લીલી ઓઢણી,
ને ચારે બાજુ ફેલાઈ છે માટીની મીઠી મહેકણી.
ના કોઈ રાખે ભેદભાવ, એ મેહ ભીંજવે પ્રેમથી,
મીઠો મધુરો મેહુલો ને મીઠા એના નીર.

ઘરના ઓટલે બેઠી બાય દીકરીને કહેશે વાર્તા,
વરસાદના આ સુમેળે સાંભળાય જીવનની સાર્થકતા.

ખેતરમાં ખેડૂત કરશે વાવણી ને હર્ષે મોતી સમ વૃષ્ટિ ઝીલશે,
મોટી આશા લઈને જીંદગીનું ચાક ચલાવશે.

પાંગરશે ઘાસની હરિયાળી, ભરશે નવા જીવ,
મેઘે નહીં માત્ર તન ભીંજ્યાં, પણ આપ્યા આશાનાં પ્રતીક.

તળાવના કિનારે હલાવશું નાની નાવડી,
શાંત પવન સંગ રમતા, બાળપણની બનશે યાદો તાજી
મીઠો મધુરો મેહુલો ને મીઠા એના નીર..

સુચિતા રાવલ,” સૂચિ”

Leave a comment