યાદો


મારી એકલતામાં તારી યાદો નો મેળો,
મારી વાર્તામાં તારો સહવાસ
મારા સહવાસમાં તારા હૃદયના દ્વાર,
તારી વાતોમાં દૂર દૂર સુધીનો સાદ,
મારી પ્રેમની પરિભાષામાં તારો શ્વાસ,
શ્વાસોમાં મારો તારો સહેવાસ,
આંખોમાં પ્રેમનો એકરાર,
તારા હાથોમાં મારો હાથ,
એક અનુભૂતિનું અહેસાસ,
દૂર રહો કે પાસ, બસ તારા પ્રેમનો અજવાસ.


જયશ્રી વાઘેલા (મુંબઈ)

Leave a comment