લેખક:- ડો કનૈયાલાલ માલી ‘ઉત્સવ’
શીર્ષક:- સત્યમ્ શિવમ્ સુન્દરમ્
પરમપિતા પરમાત્મા શિવ ઉવાચ – મારા વ્હાલા બાળકો: ‘હું જ ભગવાન છું.’ આ દુનિયામાં મારાં સિવાય કોઈ શરીરધારી ખુદને – હું ભગવાન છું એમ બોલી નાં શકે… તમે તમારાં શરીરને ચલાવનાર આત્માનાં પવિત્ર ગુણોને હૃદયમાં ધારણ કરી – પવિત્ર કર્મ કરી માન સન્માન મેળવી શકો છો – ‘ પરન્તુ હું તમને ખુદને ભગવાન કહેવાનો અધિકાર આપતો નથી.’ નવધા ભક્તિ કરનારને હું સાક્ષાત્કાર કરાવું છું પરંતુ તેથી તેને કોઈ લાભ કે મોક્ષ પ્રાપ્ત થતું નથી. ‘ભક્તિમાર્ગમાં આ પ્રકારની શ્રદ્ધા શ્રદ્ધાળુઓની એક પ્રકારની ઈચ્છા કહેવાય છે.’ આતો એક રડતાં બાળકનાં હાથમાં એનાં મા બાપ જેમ, એક રમકડું આપી ખુશ કરે છે – એવી રીતે હું પણ મારાં ભક્તને સાક્ષાત્કાર કરાવી ખુશ કરુ છું. સમગ્ર સૃષ્ટિમાં તમે જે જોઈ રહ્યાં છો એની રચનાં કરનાર પણ હું જ છું, જે હું એકલો જ કરી શકું છું. તમારી કોઈપણ પ્રકારની સાયન્સ કે જે તે ટેકનોલોજી નહીં કરી શકે. સમયે સમયે સૃષ્ટિનું પરિવર્તન કરનાર પણ હું છું, યુગ પરિવર્તન સમયે મને યોગ્ય લાગતાં પવિત્ર યોગી આત્માનાં શરીરમાં પ્રવેશ કરી એનાં શરીરનો હું ઉપયોગ કરું છું.તે આત્માને ગોડલી મેસેન્જર બનાવી, સૃષ્ટિનાં નિયમ મુજબ મારું કાર્ય કરાવું છું. નવી દુનિયાની અને દેવી-દેવતાની રચનાં કરનાર પણ હું જ છું , મારાં સિવાય કોઈ પણ શરીરધારી ભગવાન કે સદગુરુ બની નાં શકે અને મારી જેમ દુનિયાની રચનાં પણ તે કરી શકતો નથી.
ભક્ત શરીરધારી ગુરુનું શરીર જોઈ એમાં આકર્ષાઈ મને ભૂલી જાય છે !! અને મારું શરીર નાં હોય એ મને ઓળખી શકતો નથી !! અને જે ભક્ત મારુ ધ્યાનધરી સતતં મારામાંજ પ્રભુલીન રહી- ધ્યાન યોગ ધારણાં અને સેવા કરે છે તેને હું પસંદ કરું છું – પરંતુ ફક્ત બ્રહ્મચર્ય નહીં ચાલે, તે સર્વગુણ સંપન્ન અને પુરુષાર્થી હોવો જરૂરી છે. આત્મદર્શન જ શિવ દર્શન છે.મારી પાસે આવનારને હું રાજયોગનું જ્ઞાન આપી યથાર્થ ગીતાનાં અર્થ સમજાવું છું.અને તે મારૂં જ્ઞાન પ્રાપ્ત કરી ભક્તિ માર્ગમાંથી બહાર આવીને – ‘ તે યોગી થી યોગેશ્વર બની પુરુષોત્તમ બને છે. અને તેઓ મારાં ગોડલી મેસેન્જર બની મારાં કામમાં કાર્યરત રહી, મારો સંદેશ લોકો સુધી પહોંચાડી, મારી ઓળખાણ કરાવી- સત્યને ઉજાગર કરે છે. હું જે જ્ઞાન આપું છું એવું જ્ઞાન કોઈપણ શરીરધારી ગુરુ બની બેઠેલા આપી નાં શકે. ભક્તિમાર્ગમાં પૂર્વજોના – ભક્તિનાં સંસ્કારથી ભક્તિ એક નામની બની જાય છે અને ભક્ત કોપી કરી આજીવન ભટકી ગોતા ખાયા કરે છે. ભક્ત અન્ધશ્રદ્ધામાં આવી જઈને ચાંદ, સૂરજ, પથ્થર ,કુળની દેવી-દેવતા ની પૂજા, ચારધામની યાત્રા ,ગંગા સ્નાન કરીને પોતાને પવિત્ર માની ધન્ય અનુભવે છે.!! ગંગા પવિત્ર નથી હું (શિવ) પવિત્ર છું પરંતુ આવાં પ્રકારની ભક્તિથી કોઈ ધ્યેય તે હાંસલ કરી શકતો નથી. અને આવાં પ્રકારની ભક્તિથી ભક્ત કામ વિકારથી બહાર પણ આવી શકતો નથી. અને મારી પાસે આવનાર, મારું જ્ઞાન (રાજયોગનું જ્ઞાન) પ્રાપ્ત કરતાં તે મોહ માયા કામ ક્રોધ અહંકાર તારું મારું લાલચ ચાડી ચુકલી લડાઈ ઝઘડા તેમજ બદલો લેવાની ભાવનાથી મુક્ત થઈને શાંત સ્થિતિને ધારણ કરે છે. મારું જ્ઞાન બેહદનું હોય એનું જીવન સર્વગુણ સંપન્ન બની કમળ પુષ્પ સમાન પવિત્ર બની તે પૂજાવા લાયક બને છે. જે મંદિરોમાં આજે આપણી (તમારી) જ પૂજા થાય છે, પણ આપણે અજ્ઞાની હોવાથી સમજી શકતાં નથી. ‘ જ્ઞાન એ પ્રકાશ છે અને ભક્તિ એ અંધકાર છે.
હું જ મારાં વત્સને આદિ અનાદિ અંત નું જ્ઞાન આપી, સાવધાન કરી, અંધશ્રદ્ધા માંથી મુક્ત કરું છું, તમને જન્મ આપનાર તમારાં લૌકિક પિતા કહેવાય છે અને હું તમારી આત્માનો અલૌકિક પરમપિતા કહેવાવું છું. હું જ તમને પતિતથી પાવન, ભ્રષ્ટાચારી થી શિષ્ટાચારી બનાવું છું. મને યાદ કરનારને હું સંકટ સમય મદદ કરું છું, પરંતુ મનુષ્યને એનાં દુષ્ટ કર્મની સજા ભોગવી જ પડે છે, આવી કોઈપણ સજાઓમાં હું કોઈને મદદ કરતો નથી. બ્રહ્મચર્ય નો મતલબ તમારાં દરેક કર્મ પવિત્ર હોવાં જોઈએ -‘ મન વચન વાણી દ્રષ્ટિ અને સંકલ્પ થી.’ મને યાદ કરનાર આત્મા કોઈ આત્માને પીડા પહોંચાડી નાં શકે. મારી યાદથી તમે બળ પ્રાપ્ત કરી શકો છો – પરંતુ જ્ઞાનથી બળ પ્રાપ્ત નહીં કરી શકો. મને બૂમો પાડી પાડીને જોર જોરથી યાદ કરવાની જરૂર નથી, મારુ ફક્ત સ્મરણ કરો – તમે એક આત્મા છો શરીર નથી એમ સમજી , દરેક મનુષ્યને આત્મીય દ્રષ્ટિ થી જોવાનું પ્રયત્ન કરતાં રહો , અને આત્મ (દેહી) અભિમાની બનો, શરીર અહંકારી બિલકુલ નહીં બનો. સ્ત્રી પુરુષનાં અંગ ને અલગ અલગ નિહાળવાથી મુક્ત થાઓ અને સૌને આત્મીય દ્રષ્ટિ ભાવથી નિહાળો – હું આત્મા છું અને તે પણ આત્મા છે. આત્માની દ્રષ્ટિથી નિહાળશો તો કામ વિકાર અને આકર્ષણથી મુક્ત થશો. માયા રાવણ નજીકમાં નહીં આવે, અને તમે અતીન્દ્રિય સુખને પ્રાપ્ત કરવાનાં અધિકારી બનશો.મારી યાદથી મોહ માયા કામ ક્રોધ અહંકારને સમજી શકશો અને વિકારોથી મુક્ત થશો.
મને યાદ કરી મારી આજ્ઞાનું પાલન કરનાર ક્યારે પણ ગફલતમાં નાં પડી શકે. પ્યોરિટીની પર્સનાલિટી વાળી આત્મા મારી નજીક રહે છે અને શરીરની પર્સનાલિટી વાળી આત્મા મારાથી દૂર રહે છે. ધર્મરાજ પુરીની સજાથી બચવા માટે પ્યોરિટીની પર્સનાલિટી હોવી જરૂરી છે. તમે પૃથ્વી (વોકી ટોકી-આવાજ ની દુનિયામાં) ઉપર રહેનારાં નિવાસી છો, અને બ્રહ્મા વિષ્ણું શંકર સૂક્ષ્મ (સાઇલેન્સ) લોકનાં નિવાસી છે. બ્રહ્મા દ્વારા પૃથ્વી પર સંસાર નિર્મિત થાય છે અને વિષ્ણુ દ્વારા પાલનપોષણ થાય છે અને શંકર દ્વારા સંહાર થાય છે, આ બધી રચનાં મારાં થકી જ રચાયેલ છે. જે બિલકુલ ગુહ્યરાજ હોઈ, કોઈ મનુષ્યની બુદ્ધિમાં નહીં ઉતરે, અને હું પરમધામનો (બ્રહ્માંડ) નિવાસી છું. મારો કોઈ આકાર નથી, હું ગર્ભથી જન્મ લેતો નથી, હું જન્મમરણન થી રહીત છું. હું એક જ્યોતિ બિંદુ સ્વરૂપ દિવ્ય આત્મા – સ્વમાં પ્રકાશિત છું અને તમે બધાં મારાં વંશજ છો. જે મારી આજ્ઞાનું પાલન કરે છે તેને હું મારું રાજપાટ આપું છું. અને જે સંપૂર્ણ સ્થિતિપ્રજ્ઞ સ્થિતિને પ્રાપ્ત કરે છે તે આત્મા મને પામી સતયુગમાં રાજ કરી શકે છે. સતયુગ કમ્પ્લીટ દેવી દેવતાઓનું રાજ હોઈ અપાર સુખ શાંતિ , વૈભવ અને ઐશ્વર્ય થી ભરપૂર હોય છે, બધાં શિષ્ટાચારી હોય છે અને ત્યાં કોઈપણ પ્રકારનું સૈન્યબળ હોતું નથી. સતયુગમાં પવિત્ર શિષ્ટાચારી દેવી દેવતાઓ નું રાજ હોઈ હું પછી અદ્રશ્ય થઈ જવું છું.
હું પાછો કળિયુગમાં – કળિયુગનો અંત કરવાં અને સતયુગની સ્થાપના કરવા માટે સૃષ્ટિચક્રના ફિક્સ નાટક મુજબ મારે પૃથ્વી ઉપર આવું પડે છે અને આવતો રહું છું. એટલે સૌ બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને મને યાદ કરતાં રહો, પવિત્ર બનો, યોગી બનો, અને સંગઠનમાં એક સાથે ભેગાં થઈ વિશ્વ શાંતિ માટે પ્રાર્થનાં કરતાં રહો, અને જે અજ્ઞાની કુંભકરણની નિદ્રામાં સુઈ ગયાં છે એમને ઉઠાડીને મારો સંદેશ પહોંચાડીને વિકારમાંથી મુક્ત કરાવો, અને સાચું યથાર્થ ગીતાનું જ્ઞાન આપો. ગીતાનો ભગવાન શ્રી કૃષ્ણ નહીં- હું છું. (શિવ ભગવાન ઉવાચ ) પરંતુ શાસ્ત્ર લખનારાઓએ મારું નામ હટાવી શ્રીકૃષ્ણનું નામ નાખી દીધું છે ! ? હું જ ભગવાન છું, સાધુ સંત સંન્યાસી તપસ્વી – શરીરધારી ગુરુઓ કોઈ ભગવાન ના બની શકે. મારું શરીર ન હોઈ મંદિરોમાં લિંગ સ્વરૂપ મને સ્થાપિત કરી ભક્તો મને પૂજે છે. ઓમ્ નમો: શિવાય.. નું મન્ત્ર બોલીને મને યાદ કરવામાં આવે છે.
કોઈ ઓમ્ નમો: શ્રીકૃષ્ણ કે ઓમ્ નમો: શંકર કહેતું નથી.
ભગવાન શિવ ઉવાચ :
એક દિવસ માઉન્ટ આબુ પવિત્ર તીર્થસ્થળ બનશે. અને તીર્થ સ્થળ જોવાં યાત્રીઓની લાઈન લાગશે. (આ પ્રકારની નોંધ ડ્રામામાં છે.) જે હાલનાં રાજસ્થાન નાં ભજન લાલ સરકારે ( વર્ષ 2025) પણ માઉન્ટ આબુ નું નામ બદલી ‘આબુતીર્થ રાજ’ કરવાનો ફેસલો કર્યો છે પરંતુ સારાં કામમાં રાક્ષસો ને ગમતું નાં હોય હવનમાં હાડકાં નાંખતા હોય છે. ‘ સમય બળવાન હોય સમય સમયનું કામ જરૂર કરશે.
સત્યમ્ શિવમ્ સુન્દરમ્
શ્રીકૃષ્ણ તો સત્યયુગના પ્રિન્સ – 16 એ કળાએ પૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, શરીરધારી છે. હું શરીર ધારણ કરતો નથી, જન્મમરણ નાં ચક્કરમાં આવતો નથી. તમે મને યાદ કરીને સતયુગની સ્થાપના કરવામાં મને મદદ કરો. તમારો એક જન્મ મને સતયુગની સ્થાપના કરવા માટે આપી દો- એજ હું ઈચ્છું છું. ‘યુગ પરિવર્તન કાજે સમય સમય પર હું આવું છું, અને સતયુગની સ્થાપના કરી લુપ્ત થઈ જવું છું.’ અને સૃષ્ટિનાં નિયમ મુજબ ડ્રામા માં નોંધ હોઈ ઉથલ પાથલ પરિવર્તન થતું આયુ છે અને થતું રહેશે જેને હું પણ રોકી શકવા માટે શક્તિમાન નથી, પરંતુ મને યાદ કરનારને અને મારી આજ્ઞાનું પાલન કરનાર મારાં વત્સને મદદ કરવાં માટે હું હરપળ ઉભો રહું છું. ‘મને યાદ કરો અને બેફિકર બાદશાહની જિંદગી જીવો અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થાઓ. અને કહો વાહ બાબા વાહ ,જો પાના થા વો પા લીયા અબ પાને કી કોઈ જરૂરત નહીં હૈ.
યુગ પરિવર્તનશીલ હોઈ સમય એની ગતિમાં આગળ વધી બદલાતું રહે છે. આ સૃષ્ટિ એક રંગમંચ છે અને રંગમંચ ઉપર આત્મા જન્મ લઈ મળેલ પાત્રને ભજવતી હોય છે, અને પાત્ર પૂર્ણ થતાં મંચ છોડીને આત્મા શાંતિધામમાં ચાલી જતી હોય છે. અને બાદમાં તે આત્માને કર્મનાં ફળસ્વરૂપ માતાનું ગર્ભ પ્રાપ્ત કરે છે, પરંતુ કોઈપણ આત્મા સૃષ્ટિ નાં નિયમ મુજબ કાયમ માટે એક રૂપ રંગ લિંગ સ્વરૂપ પ્રાપ્ત કરી શકતો નથી, પરંતુ મનુષ્યને મનુષ્ય યોનીમાંજ જન્મ મળે છે. તે ક્યારેય પણ જાનવરની યોની પ્રાપ્ત કરતો નથી. જેમકે કોઈપણ બીજ નું પ્રત્યારોપણ ધરતીમાં કરવામાં આવે છે તો તેજ બીજ નું અન્ન ફળ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. તેમજ મનુષ્યને મનુષ્ય યોનીમાંજ જન્મ પ્રાપ્ત થાય છે, પરંતુ ધર્મનાં પ્રવક્તાઓને સૃષ્ટિનું સંપૂર્ણ જ્ઞાન નહીં હોવાનાં કારણ, શાસ્ત્રો વાંચી પરમત અને મનમત મિક્સ કરી મન ફાવે તેમ આધ્યાત્મિક જ્ઞાન ભક્તોને પીરસતા હોય છે, અને એમનાં અનુયાયીઓ ચીંધેલા માર્ગને અનુસરતાં હોય છે. અને એમની પાછળ પાછળ ઘેટાં બકરાની જેમ ચાલતાં હોય છે.
ભગવાન કહે છે – સૃષ્ટિ પરની રચનાં ખૂબ જ ગુહ્ય છે. સૃષ્ટિ ચક્ર મુજબ જે પણ રચનાં રચાયેલ તમે જોઈ રહ્યાં છો , જેમ કે દેવી-દેવતા ,પશુ, પંખી, કીટ મકોડા, જાનવરો તેમજ જળચર પ્રાણી પ્રકૃતિ આદિને રચનાર પણ ખુદ હું છું. તમે તે રચનાને તમારી નરી આંખે જોઈ શકતાં નથી, કારણ મારી બધી રચનાં, સૂક્ષ્મ થી સૂક્ષ્મ અને ગુહ્ય છે.
હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ બોદ્ધ ધર્મનાં એવાં સંદેશ વાહકો ( messenger)સમય સમયે જન્મ લેતાં હોય છે. અને એમનાં ધર્મની સ્થાપના કરી ભગવાનનો સંદેશ લોકો સુધી પહોંચાડતા હોય છે, ‘અહિંસા પરમો ધર્મ’ પરંતુ દેહ અભિમાન અને કામ વિકારથી મનુષ્ય વ્યભિચારિતા તરફ આકર્ષણમાં ખેંચાઈ પાપાચારી બની જતા હોય છે, પરંતુ સતયુગ જ એક એવો યુગ છે જ્યાં પાપાચાર નામથી નથી હોતું. એક ભાષા અને એક રાષ્ટ્ર હોય છે. આતંક તો શેષ નામનું પણ હોતું નથી. સતયુગ એટલે દેવી-દેવતાઓનો વાસ (peace world) કહેવાય છે.
હેં ..! વત્સ તમે જુઠી કથાઓ અને શાસ્ત્રોનાં ઉપદેશ સાંભળી, અંધશ્રદ્ધામાં આવીને ભટકી ગયાં છો અને ભટકવાના કારણ અંધશ્રદ્ધામાં ડૂબી ગયાં છો. હું જ તમારો રક્ષક હનુમાન અને શ્રીરામ છું. સૃષ્ટિની સમગ્ર રચનાં, પ્રકૃતિમાં ફેરફાર, નિર્ધારિત કરેલ સમય મુજબ રીપીટ થતું આવ્યું છે. જેને હું પણ ફેરફાર કરી શકતો નથી. આપદા વિપતા, ધરતીકંપ, તોફાનો , વિશ્વયુદ્ધ રમખાણ થતું આવ્યું છે અને થતું રહેવાનું છે. આવી ઘટનાઓ સાયકલ ફિક્સ હોય એને હું પણ રોકી શકવાનો નથી. કર્મની ગતિ ન્યારી હોય મનુષ્ય કર્મ કરી…જેવું બી ની રોપણી કરે છે એવું જ બી નું ફળ પ્રાપ્ત કરે છે. હું જ ધર્મરાજ હોઈ ખરા ખોટા નો ન્યાય કરી સજા આપું છું . કર્મનાં સિદ્ધાંત મુજબ પરિણામ આવતાં કોઈને ગમે છે અને કોઈને નથી ગમતું, પરંતુ મને જે યાદ કરે છે એનાં માટે હું તત્પર હાજર રહું છું , મારાજ બાળકો મોહ માયા કામ ક્રોધ અહંકારમાં આવીને પાવન થી પતીત બનીને મને ભૂલી ગયાં છે.!! ભક્તો તો દેવી દેવતા ની બાયોગ્રાફીને પણ સમજી શક્યાં નથી, અને સમજાવનાર પણ એમને કોઈ મળ્યો નથી.આજે ભક્તિ અંધશ્રદ્ધા બની જવાનાં કારણ ભક્ત એમાંજ ફસાયેલ હોવાથી – ન પવિત્ર યોગી બની શક્યો, ન રાજીયોગી બની શક્યો અને બન્યો તો ભોગી અને રોગી બન્યો છે .આજે કામ વિકાર અને પૈસો મનુષ્ય માટે મુખ્ય સૂત્રધાર બની ગયું છે, તે કારણ મનુષ્ય અસહ્ય દુઃખ ભોગવતાં થયાં છે. એટલે જ જ્ઞાની આત્મા પરચિંતનથી સદા મુક્ત રહી આત્મચિંતન મંથનમાં વિચરતા હોય છે. આત્માનો કલ્યાણ એ જ એમનું સૂત્ર હોય છે. તેમની ચાલવાની બોલવાની જોવાની ખાવાની દેવી-દેવતા સમાન હોય છે.
અજ્ઞાની આત્મા દેખાદેખી કોપી કરી ભક્તિ કરતાં હોય છે અને શરીર અભિમાન થી ભરેલાં હોઈ તેઓ શાંતિથી રહેતા નથી અને કોઈને રહેવાં દેતા નથી અને વાદવિવાદથી સમાધાન ઈચ્છે છે અને જ્ઞાની આત્મા શાંતિમાં સમાધાન માને છે, એને માન અપમાન ની કઈ પરવાહ નથી હોતી, તેઓ પુરુષાર્થ કરી ભાગ્ય બનાવતાં હોય છે, પોતાનાં લક્ષને પ્રાપ્ત કરી સિદ્ધિ હાંસલ કરતાં હોય છે. તેઓ ક્યારે પણ પોતાનાં સ્વાર્થમાં દેવી-દેવતા આગળ ભીખ માંગતાં નથી. તેઓ સૌ મનુષ્યમાં આત્માનું દર્શન કરતાં હોય છે. સ્ત્રી પુરુષની દ્રષ્ટિથી ન જોઇ સ્ત્રી પુરુષને એક આત્માની દ્રષ્ટિથી નિહાળતાં હોય છે. શિવ બાબાનાં ચીધેલ માર્ગ ઉપર ચાલવું જ એમનું મુખ્ય લક્ષ્ય હોય છે. હું અને તું ત્રીજો કોઈ વચમાં નહીં…ભગવાન શિવ કહે છે…’યોગ કરો પવિત્ર રહો અને મને યાદ કરી રાજ ઋષિ બનો અને સતયુગની બાદશાહી મેળવો
સમય મુજબ સૃષ્ટિનું રૂપ બદલાતું હોય છે …પ્રલય નથી થતું પણ પરિવર્તન થાય છે. અને પ્રકૃતિનાં પાંચ તત્વો જલ થલ આકાશ વાયુ અગ્નિ એનો વિરાટ સ્વરૂપ ધારણ કરી વિનાશ આચરે છે.આવા વિકરાળ દ્રશ્યને માણસ જોઈ શકાતો નથી. અને પૃથ્વી ઉપર હાહાકાર મચી જાય છે. આ દ્રશ્યને એજ આત્મા જોઈ શાંત રહી શકે છે કે જે મને યાદ કરી સંપૂર્ણ નિર્વિકારી રાજયોગી હોય છે. હઠયોગી નહીં. આવા દ્રશ્યોને જોવાં સમજવાં અગાઉથી પરમાત્માનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરેલું હોવું જરૂરી છે. જે જ્ઞાન આપવા હું કળિયુગના અંતે પુરુષોત્તમ સંગમ યુગ (લિપ ઈયર )માં આવું છું. અને મારા વત્સ મારી પાસે રોજ સવારે આવી, મારી મુરલી સાંભળી,જ્ઞાન મેળવી સતયુગ ની સ્થાપના કરવામાં મને મદદ કરતાં હોય છે અને જ્યારે બધાં સંપૂર્ણ શિષ્ટાચારી, નિર્વિકારી બને છે .ત્યારે હું સતયુગની સ્થાપના કરું છું. હું જે ભણાવું છું એવું જ્ઞાન કોઈપણ યુનિવર્સિટીમાં કોઈ આપી ના શકે. ‘એટલે તમે ગોડલી યુનિવર્સિટી પણ કહી શકો છો.’
‘પરમપિતા પરમાત્મા શિવ ભગવાન કહે છે – કે મારા માં વિશ્વાસ રાખનાર અને મારું મનમાં સ્મરણ કરનાર આત્મા અતીન્દ્રિય સુખને પ્રાપ્ત કરે છે. મને ભારત ખંડ પસંદ છે. ભારત જ વિશ્વમાં વિશ્વ ગુરુ બનીને ઊભરશે. અને હું ભારતની ભૂમિ ઉપર જ આવું છું. અને સતયુગની સ્થાપના કરી હું લુપ્ત થઈ જવું છું. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે – ‘મનમનાવ ભવ:’ એટલે – જે મને યાદ કરે છે એને હું મદદ કરવાં તૈયાર રહું છું. અને સતયુગમાં પ્રવેશ આપી સતયુગનું સંપૂર્ણ સુખ અપાવું છું.
ભગવાન કહે છે – સૃષ્ટિ ચક્રના નિયમ મુજબ યુગ 1250 વર્ષનું હોય છે.સતયુગ પછી ત્રેતા યુગ, પછી દ્વાપર યુગ પછી કળિયુગ અને કળિયુગની સાથેનાં અંતે પુરુષોત્તમ સંગમ યુગ ચાલતો હોય છે પરંતુ દ્વાપર યુગમાં અમુક પર્સન્ટેજ રામ સાથે રાવણ નો પ્રવેશ આવી જવાથી આત્મા વ્યભિચારી બનતાં દ્વાપર યુગથી કળિયુગના અંતની સાથે પુરુષોત્તમ સંગમ યુગનાં વચ્ચેનો એક એવો કાળ છે કે આત્માની મતિ મારી જાય છે અને વ્યભિચારિતા સાથે કુદરતી આપદા વિપદા ધરતીકંપ યુદ્ધ રમખાણ અરાજકતા વેમનસ્યતાનો સામનો મનુષ્યને કરવું પડતું હોય છે, અને પછી યથાર્થ ગીતાનાં કથન મુજબ 5000 સાલ બાદ સતયુગનું પ્રારંભ થાય છે.( એટલે – પરિવર્તન સાથે જૂની દુનિયા ખતમ અને નવી દુનિયાનો પ્રારંભ ) અને પરમપિતા પરમાત્મા શિવ ભગવાનનાં કહ્યાં મુજબ ફિક્સ ડ્રામામાં નક્કી હોય આપોઆપ દુષ્ટ પાપીઓનો નાસ થાય છે અને બાદમાં હું સતયુગની સ્થાપના કરું છું.
સતયુગમાં જનસંખ્યાનું પ્રમાણ ઓછું હોય છે. એક રાષ્ટ્ર અને એક ભાષાનો ઉપયોગ થાય છે. વસ્ત્ર પરિધાન નું સૌંદર્ય અલૌકિક હોય છે. આકર્ષણ અને આશક્ત રહિત જીવન હોય છે. દૈનિક દિનચર્યા પવિત્ર અને ખાવાંનુ શુદ્ધ સંતુલિત આહાર હોય છે. સોનાની ઈંટો થી ચણેલ મહેલમાં રહેઠાણ હોય છે. તંત્રી મંત્રી જંત્રી અને ઘોડે સવારીઓનું પણ સ્થાન હોય છે. એક એક ને વિશાળ જગ્યા, સુંદર બગીચો, શુદ્ધ સોનું ચાંદી, પ્રકૃતિની ખુશ્બુ, પશુ પંખી જાનવરોનું એક સાથે નિર્ભયતાથી રહેવું અને સમગ્ર સૃષ્ટિમાં દેવી-દેવતા નું વૈભવી સામ્રાજય ,દાસ દાસીઓ સાથે નિવાસ હોય છે . વૈભવશાળી સુખ શાંતિ એશ્વર્યથી સત્યયુગ ભરપૂર હોય છે. ગીત-સંગીત, નૃત્ય આધ્યાત્મિક મનોરંજનથી વાતાવરણ સંપૂર્ણ અલૌકિક હોય છે. સતયુગ એટલે રામરાજ્ય કહેવાય છે. અહીં રાવણ રાજ્ય હોતું નથી અને આ યુગમાં દુઃખ નામથી નથી હોતું.
આજે હિન્દુસ્તાન નામ પરથી સનાતન દેવી-દેવતા ધર્મનાં ઉપાસક પોતાને હિન્દુ કહે છે.!? આજે જરૂર છે ઉગતી યુવા પેઢીમાં યથાર્થ ગીતા જ્ઞાનની, ‘ કે હું કોણ છું..?’ મારો સાચો ધર્મ શું છે.? જાણ્યા બાદ જ્ઞાન પ્રગટ થતાં તે વિકટથી વિકટ પરિસ્થિતિનું સામનો કરીને , સનાતન દેવી-દેવતા ધર્મને રક્ષા કરી શકે છે. અને ગર્વથી કહી શકે છે કે – હું સનાતન દેવી-દેવતા ધર્મનો છું.
પરંતુ આજે ભારતીયો પોતાનાં ધર્મથી ભટકી ગયાં છે અને અનેક દેવી-દેવતાઓને ભગવાન માનતા થઈ અંધશ્રધ્ધામાં ડૂબી અંદરો અંદર એકબીજાની અવગણ કરી લાલચમાં આવી જાતી અને ધર્મ પરિવર્તન કર્યું છે.!!પરંતુ બોદ્ધ , ઈસાઈ અને મુસ્લિમોએ આજે પણ પોતાનાં ધર્મને મક્કમતાથી પકડી રાખેલ છે. ડગ્યા નથી. એટલે જ આજે હિન્દુસ્તાનીઓ ઉપર ગમે તે ગમે ત્યારે આક્રમણ કરી શકે છે.
શું દેવી દેવતા ભગવાન છે ?
ભગવાનને ભક્તગણ મોટાભાગે સ્મરણ કરી – હે..! ભગવાન કહીં પુકારતા હોય છે. કારણ આરાધ્ય દેવી-દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી હોય છે. પૂર્વજો પણ એમના સંસ્કાર મુજબ એમની આરાધના એમની કુળદેવી માની કરતાં આવ્યાં છે. એટલે તેમની પાસે આવેલ તેમનાં ભક્તોની પ્રાર્થનાં ભગવાન શિવ ખુદ પૂર્ણ કરે છે – પરંતુ દેવી-દેવતા ને ભગવાન નાં કહેવાય. ક્યારે પણ પુત્ર પિતાનો પિતા ના બની શકે, એમ ઈશ્વર દ્વારા રચાયેલ દેવી-દેવતાને ભગવાન ના કહી શકાય, તે ભગવાનનું અપમાન છે. યથાર્થ ગીતાનાં ભગવાન શિવનું નામ આપવાને બદલે સંતો મહંતો તપસ્વીઓ એ શ્રીકૃષ્ણને ભગવાન તરીકે કહીં ગીતા કા ભગવાન શ્રી કૃષ્ણ છે, એમ કહી બતાવ્યું છે. પરમપિતા પરમાત્મા શિવ કહે છે કે આ તદ્દન જૂઠું છે. શ્રી કૃષ્ણતો એક યોગી પુરુષ શરીર ધારી છે. હું ભગવાન છું – એમ શ્રીકૃષ્ણ ક્યારે પણ કહ્યું નથી.તેઓ પણ યથાર્થ ગીતામાં વારંવાર ભગવાન માટે પરમાત્મા શબ્દનો ઉપયોગ કર્યો છે.તો શ્રી કૃષ્ણને ભગવાન કઈ રીતે કહેવાય .? શ્રીકૃષ્ણ એ જ રાધે કૃષ્ણ અને એજ લક્ષ્મીનારાયણ… યુગ બદલાતાં નામ બદલાય છે.
ગીતાને લખનાર હું પોતે પણ નથી, ગીતાને તો લખનાર કોઈ મનુષ્ય જ છે.જે ઈશ્વરીય ગુહ્ય રાજ છે. આજે આપણે શંકર અને શિવનાં ભેદને પણ સમજી શક્યાં નથી !! સાચાં અર્થમાં શંકર દેવતા છે અને શિવ ભગવાન છે. મંદિરમાં ભક્તો શિવલિંગ ની પૂજા કરે છે પણ એમની બાયોગ્રાફી થી અજાણ છે પરંતુ જેમણે ભક્તિ વધાર કરેલી હોય છે એમને હું સ્વીકારી, અપનાવી રાજયોગ નું સાચું જ્ઞાન આપું છું.
‘ભગવાન કહે છે કે દેવી-દેવતા ની પૂજા કરવાથી કોઈપણ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું નથી પરંતુ મને જે યાદ કરે છે એનું હું કલ્યાણ જરૂર કરું છું. અને મંદિરમાં દેવી-દેવતા પાસે આવનારની ઈચ્છા ને પણ હું જ પૂર્ણ કરું છું.’
ભગવાન શિવની રચનાં સૃષ્ટિમાં એટલી ગુહ્ય છે કે સામાન્ય માણસની બુદ્ધિમાં ઉતરી પણ નાં શકે. આજે ભક્તગણ દેવી-દેવતા ની બાયોગ્રાફી વિશે સંપૂર્ણ અજાણ છે. આજે પૂજા એક પ્રકારની નકલ બની ગઈ છે.!?
આજકાલ પોથી વાંચકો પાસે આદિ અનાદિ અંત અને સૃષ્ટિચક્રનું પૂર્ણ જ્ઞાન નાં હોવાનાં કારણ શ્રોતાઓને 84 જન્મને 84 લાખ યોનીમાં માણસ ભટકે છે એમ કહી દીધું છે.!! પરંતુ ભગવાન શિવ કહે છે – તે ખોટું છે. પરંતુ સાચું છે – સતયુગના 08 જનમ, ત્રેતા યુગનાં 12 જનમ, દ્વાપર યુગના 21 જનમ, કળિયુગના 42 જનમ… અને કળિયુગના અંતના એટલે પુરુષોત્તમ સંગમયુગમાં 01 જનમ મનુષ્યને પ્રાપ્ત થાય છે આમ ટોટલ ફક્ત 84 જનમ આત્મા લે છે.
ગીતા પર અસંખ્ય ટીકાઓ લખાઈ ગઈ છે, વક્તા વારંવાર એક જ વાત રિપીટ કરી કહેતાં હોય છે. પરંતુ 10 શ્રોતા બેઠા હોય તો દસ એ દસ અલગ અલગ અર્થગ્રહણ કરે છે વ્યક્તિની બુદ્ધિ પર રજસ તમસ અને સત્વ ગુણોનો જેટલા પ્રમાણમાં પ્રભાવ હોય, તેટલાં પ્રમાણમાં તે તે સ્તરથી તે વાતને પકડે ,એનાથી આગળ માનસિક રીતે એને કંઈ પણ સમજાતું નથી.આ સંજોગોમાં મત મતાંતરો હોવાં એ સ્વાભાવિક ઘટના છે. ભગવાનને ભૂલી, મા-બાપને ભૂલી – ગુરુ બનાવવાની આજે હોળ લાગી છે. અંધશ્રદ્ધામાં ડૂબેલ ભક્તોનો લાભ લેવામાં માટે આધ્યાત્મિક ગુરુ બની બેઠેલા એવાં ગુરુઓનું આજે રાફડો ફાડ્યો છે.!? આનું મૂળ કારણ છે મનુષ્યમાં રહેલાં તેનાં મૂળભૂત જુનાં સંસ્કાર, જ્યાં અંધશ્રદ્ધા છે ત્યાં શ્રદ્ધાને કોઈ સ્થાન નથી. આજનો મનુષ્ય એટલો લાગણીશીલ થઈ ગયો છે કે નામધારી પતીત માણસોની મીણબત્તી અને પથ્થરની પ્રતિમા બનાવીને પૂજતો થઈ ગયો છે !! અને સાચાં ભગવાનને ભૂલી ગયો છે – જે આખી સમગ્ર સૃષ્ટિને ચલાવે છે. જે અજર અમર અને અવિનાશી છે. આત્માઓના પિતા પરમાત્મા છે .તેમનું શરીર (દેહ) ન હોઈ એમને કોઈ ઓળખી શકતાં નથી. તે એક જ્યોતિ બિંદુ સ્વરૂપ નિરાકાર અને દિવ્ય સ્વરૂપ તેજોમય છે. તે પરલોક પરમધામ નાં નિવાસી છે. અને આપણે એક આત્મા પૃથ્વી લોકોનાં નિવાસી છીએ, એમનાં વંશજો છીએ, મનુષ્યનાં શરીરનાં ભૃગુટીના મધ્ય ભાગમાં (hypothalamus pitutory granthi) આત્મા એક બિંદુ સ્વરૂપ બિરાજેલ છે, આત્માજ શરીરનો માલિક છે, સારથી છે. શરીરથી કામ લેનાર કર્મ કરાવનાર સુખદુઃખનો અનુભવ કરનાર આત્મા છે. શરીર તો આત્માનું પિંજરું છે. શરીર અશક્ત થઈ જતાં આત્મા શરીર છોડીને ચાલી જતો હોય છે. અને કર્મ મુજબ ફરી જન્મ લઈ જન્મ મરણનાં ચક્કરમાં આવે છે પરંતુ પરમાત્મા જન્મ મરણનાં ચક્કરમાં આવતાં નથી એટલે તેમને ભગવાન કહેવામાં આવે છે. આત્માને ક્યારે પણ મોક્ષ મળતું નથી.
અસ્તુ
સંકલન: યથાર્થ ગીતાનાં ભગવાન ‘શિવ’ ની મુરલી નું સારાંશ…
ગોડલી યુનિવર્સિટી
સ્થળ:-પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માઉન્ટ આબુ રાજસ્થાન
ફાઉન્ડર:-દાદા લેખરાજ ખૂબચંદ કૃપલાની
ડૉ. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’
Spiritual writer
Email ID utsav.writer@gmail.com
M0 9913484546
Ahmedabad
Leave a comment