“અદ્દભુત  કથા, ગોરખનાથજીની..”

એક એવા યોગી જેનાથી ભગવાન રામ અને શ્રીકૃષ્ણ પણ ચમત્કૃત થઈ ગયા હતા

દેવતાઓ પાસે અલૌકિક શક્તિઓ હોય છે. તેમને માટે સમય, દિશા, યુગ કે સ્થાનનો કોઈ સંબંધ રહેતો નથી. તેઓ કોઈ પણ યુગમાં, કોઈ પણ સ્થાન પર વિહરવા સક્ષમ હોય છે.

પણ શું માણસ માટે પણ એવું શક્ય છે?
શું માનવ શરીર નશ્વર હોવા છતાં પણ કોઇ એવું યોગી થઈ શકે કે જે દરેક યુગમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવે?

કહેવામાં આવે છે કે હઠયોગના પ્રમુખ અને નાથપંથના મહાન યોગી બાબા ગોરખનાથ એ એવાં એક માનવ રૂપ યોગી હતા જેમણે ચારેય યુગમાં પોતાનું અસ્તિત્વ દર્શાવ્યું છે.

બાબા ગોરખનાથ મહાયોગી મચ્છીન્દ્રનાથના શિષ્ય અને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. નાથ પંથને સુવ્યવસ્થિત અને વ્યાપક બનાવનાર બિરુદ પણ તેમને મળે છે.

નાથ સંપ્રદાયના સાધકોને યોગી, અવધૂત, સિદ્ધ, ઔઘડ જેવા નામોથી ઓળખવામાં આવે છે. આ પરંપરાની શરૂઆત આદિનાથ એટલે કે શિવ દ્વારા થઈ હતી. આદિનાથના બે મુખ્ય શિષ્ય હતા – જાલંધરનાથ અને મચ્છીન્દ્રનાથ. જાલંધરનાથના શિષ્ય હતા કૃષ્ણપાદ, જ્યારે મચ્છીન્દ્રનાથના શિષ્ય હતા ગોરખનાથ

આ રીતે ચારે યોગીઓને નાથપંથના પ્રમુખ સ્તંભ તરીકે ઓળખી શકાય છે.

બાબા  વિશે એક જાણીતી કથા છે:
એકવાર તેઓ ઘોર તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે દેવી પાર્વતીએ શિવજીને પૂછ્યું કે એ કોણ છે?
શિવજીએ કહ્યું કે ધરતી પર યોગના પ્રસાર માટે મેં જ  ગોરખનાથ રૂપે અવતાર લીધો છે.

તેમના  જીવનની વિશેષતા એ છે કે તેઓ દરેક યુગમાં વિહર્યા છે.
સત્યયુગમાં પંજાબમાં તપ કર્યું
ત્રેતાયુગમાં ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે સાધના કરી. એ સમયે તેમને શ્રીરામના રાજ્યાભિષેક માટે આમંત્રણ મળ્યું હતું, પણ તેઓ તપસ્યામાં લીન હોવાથી જઈ શક્યા નહોતા, છતાં ભગવાન રામને આશીર્વાદ મોકલ્યા હતા.

દ્વાપરયુગમાં તેઓ ગુજરાતના જૂનાગઢમાં આવેલ ગોરખમઢી ખાતે તપસ્યા કરતાં હતા. અહીં જ રુક્મિણિ-કૃષ્ણના વિવાહ વખતે દેવતાઓના આગ્રહ પર તેમણે હાજરી આપી હતી.

યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું ત્યારે ભીમ તેમને આમંત્રણ આપવા ગયો હતો. તેઓ  તપમાં લીન હોવાથી ભીમને લાંબો સમય રાહ જોવી પડી હતી.
જ્યાં ભીમે રાહ જોઈ હતી તે જમીન તેમના ભારથી દબાઈ ગઈ હતી અને ત્યાં સરોવર ઊભું થયું હતું. આજે પણ તે સરોવર ત્યાં છે અને ભીમની વિશ્રામ કરતી પ્રતિમા પણ સ્થિત છે.

કલીયુગમાં પણ ઘણા યોગસાધકોને તેમની ઝાંખી થઈ છે.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા કાઠિયાવાડમાં ગોરખમઢી નામના સ્થળે આજે પણ તેમની તપભૂમિ માનવામાં આવે છે.

આવા અનેક પ્રસંગોના આધારે તેઓને ચિરંજીવી માનવામાં આવે છે.

તેઓ ત્રયોદશી સદી (13મી સદી)ના પહેલા હાજર હતા તેનું પુરાવા રૂપે ગોરખપુરનું પ્રાચીન મઠ નાશ પામવાનું નોંધાયું છે.

પણ સાથે સાથે સંત કબીર અને ગુરુનાનકદેવજી સાથેના સંવાદ પણ દર્શાવે છે કે તેઓ ઘણીવાર પછિ  પણ હાજર રહ્યા હતા.

આ રીતે ગોરખનાથ જી નું જીવન માત્ર યોગની દ્રષ્ટિએ નહીં પરંતુ વિશ્વમાં આધ્યાત્મિક ઊર્જાના  સ્ત્રોત તરીકે વિશ્વભર વિસ્તરેલું છે.

સુચિતા રાવલ “સૂચિ”

Leave a comment