છે તું
મારી યાદોં નું ધામ છે તું….. મારી તરસ માટે પાટણ ની વાવ છે તું,
મારી સફર માટે નર્મદા ની નાવ છે તું.
મારા વગર પડી ગઈ’તી એકલી સાવ તું,
મારા હ્રુદય પર પડેલ તાજો ઘાવ છે તું.
મારાં હ્રુદય પર પ્રસરેલ મીઠો ભાવ છે તું.
યાદનું કારણ મારા પ્રત્યેનો સમભાવ છે તું. મારી અગણિત રસીક યાદો નું ધામ છે તું, તારા વગર દુનિયામાં મારું કામ છે શું?
જીતેન્દ્ર શાહ “સુકાન્ત” (અમદાવાદ)
નિર્મોહી 25/07/25
Leave a comment