ડો કનૈયાલાલ માલી ‘ઉત્સવ’
શિર્ષક… વૃદ્ધાવસ્થા
જિંદગી શેષ રહી ગઈ છે, પ્રસાદ માનીને જીવી લેજો, 
પ્રસાદ  માનીને જીવશો તો, જિંદગી મીઠી લાગશે.

નહીં  તો  મીઠાશ, કડવાસમાં  ફેરવાઈ જશે..
પ્રસાદ જેવો કોઈ સ્વાદ નથી, તે સમઝી લેજો. 

જિંદગી શેષને લઈને, ગભરાઈ નાં જતાં મિત્ર, 
 ગભરાટ ને તેજ ઘડીએ, અભરાઈએ ચઢાવી દેજો

જિંદગી શેષ છે તો, અવશેષો ને સાચવી લેજો ,
કડવાં અનુભવોને માફી આપી,ઈશ્વર નાં આશીર્વાદ,’લઈ લેજો,

કરી લેજો ક્ષણેક્ષણ, ઈશ્વરનું સ્મરણ મનમાં, 
છે અંતિમ સમયનું આ દેહ નાં અવશેષો તુજ માં. 

જે દેહ પ્રાપ્ત કરી આજીવન કામ લીધું છે તે, 
એ  દેહ ને અંતિમ સમયની, ફુલવાડી સમઝી સાચવી  લેજો.


સહન કર્યા જેવી જીવન માં કોઈ શીતલતા નથી, 
 મૃત્યુ જેવું  શાંતિની કોઈ સમાધિ નથી, તે જાણી લેજે.

સ્મશાનની સમાધિ તો ધરતીકંપમાં સમાઈ જશે,
શાંતિ ની સમાધી માં છે પરમસુખ શાંતિનો આનંદ .


ડૉ. કનૈયાલાલ માલી ‘ઉત્સવ’ 
આધ્યાત્મિક લેખક 
અમદાવાદ 
ID utsav.writer@gmail.com 
Mo.No.9913484546

Leave a comment